Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

મોરબી અને હળવદ પંથકમાં વરસાદી માહોલ

મહેન્દ્રનગર, બેલા, પીપળી, રંગપર, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો

મોરબી જીલ્લામાં બુધવારે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં સારો કહી સકાય તેવો વરસાદ વરસ્યો ના હતો છતાં પણ મેઘરાજાની પધરામણીથી ખેડૂતોને રાહત મળી છે મોરબી જીલ્લામાં સવારે ૮ થી ૧૦ દરમિયાન મોરબીમાં ૦૫ મીમી, ટંકારામાં ૦૮ મીમી, માળિયામાં ૦૨ મીમી, વાંકાનેરમાં ૦૭ મીમી અને હળવદમાં ૧૪ મીમી વરસાદ વરસ્યો છે

મોરબી અને હળવદ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં મોરબી શહેર ઉપરાંત તાલુકાના મહેન્દ્રનગર, બેલા, પીપળી, રંગપર, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પગલે ખેડૂતોના પાક બચી જશે તેવી આશા ખેડૂતોમાં બંધાઈ છે

(2:51 pm IST)