Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

માંગરોળમાં વધુ અઢી ઇંચ : પોરબંદર અને બરડા ડુંગરમાં અઢી ઇંચ : ખંભાળીયા - કોડીનારમાં ૨ ઇંચ : જામજાધપુર અને લાલપુરમાં ૧ ઇંચ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ઝાપટાથી દોઢ ઇંચ

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં વરસાદી માહોલ સાથે આજે સવારના ૧૦ થી બપોરના ૨ વાગ્યા સુધીમાં ઝાપટાથી માંડીને અઢી ઇંચ વરસાદ વરસ્યો છે.

જૂનાગઢ

જુનાગઢના પ્રતિનિધિ વિનુ જાષીના અહેવાલમાં જણાવાયું છે કે, માંગરોળમાં આજે સવારના ૪ ઇંચ વરસાદ વરસ્યા બાદ વધુ અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે આજે સવારના ૬ થી બપોરના ૧ વાગ્યા સુધીમાં કુલ ૬ા ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે માળીયા હાટીનામાં દોઢ ઇંચ તથા જુનાગઢ, માણાવદર, વંથલી, વિસાવદર, ભેસાણ, કેશોદ અને જૂનાગઢમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ પડયો છે.

પોરબંદર

પોરબંદરના પ્રતિનિધિ પરેશ પારેખના અહેવાલમાં જણાવાયું છે કે, પોરબંદર ગ્રામ્ય વિસ્તાર તથા બરડા તથા ઘેડ પંથકમાં અડધાથી અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. આ વરસાદથી પાકને ફાયદો થતાં ખેડૂતોમાં ખુશાલી છવાઇ ગઇ છે.

ભાવનગર

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં અડધો ઇંચ તથા જેસર, તળાજા, મહુવા અને શિહોરમાં ઝાપટા વરસ્યા છે.

કચ્છ

કચ્છના ગાંધીધામમાં ૮ મી.મી. વરસાદ વરસ્યો છે.

દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ૨ ઇંચ તથા ભાણવડમાં પોણો ઇંચ તેમજ કલ્યાણપુર તથા દ્વારકામાં ઝાપટા રૂપે વરસાદ વરસ્યો છે.

જામનગર

જામનગર જિલ્લાના લાલપુર અને જામજાધપુરમાં ૧ ઇંચ વરસાદ પડયો છે. જ્યારે કાલાવડ અને જામનગર શહેરમાં ઝાપટા વરસ્યા છે.

ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ૨ ઇંચ તથા વેરાવળમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. જ્યારે ગીરગઢડા, તલાળા, ઉના તથા સુત્રાપાડામાં પોણો ઇંચ વરસાદ પડયો છે.

(1:48 pm IST)