Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રાજકોટ જિલ્લામાં ઝાપટાથી માંડીને ૨ ઇંચ વરસાદ : કોટડાસાંગાણી અને ગોંડલમાં ૨ ઇંચ, જસદણમાં ૧ાા ઇંચ, લોધિકામાં ૧ ઇંચ

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ગઇકાલથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને અનેક જગ્યાએ મેઘરાજાએ મહેર કરી છે. આજે સવારે રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝાપટાથી માંડીને બે ઇંચ વરસાદ પડયો છે. જેમાં કોટડાસાંગાણી અને ગોંડલમાં ૨ ઇંચ તથા જસદણમાં ૧ાા ઇંચ અને લોધિકામાં ૧ ઇંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત ઉપલેટા, જેતપુર, જામકંડોરણા, ધોરાજી, પડધરી, રાજકોટ અને વિંછીયામાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ વરસ્યો છે.

(12:25 pm IST)