Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો : ધોધામાં પોણો ઇંચ ભાવનગર, વલ્લભીપુર સહિતના પંથકોમાં હળવા-ભારે વરસાદી ઝાપટાં

ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે ઘોઘામાં એક ઇંચ અને ગારિયાધારમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ ભાવનગર, વલ્લભીપુર સહિતના પંથકોમાં હળવા-ભારે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. ભાવનગર જિલ્લામાં કુલ વાર્ષિક વરસાદ 597 મી.મી. વરસાદ નોંધાતો હોય છે. અને તેની સામે ગઇકાલ સાંજ સુધીમાં કુલ 250 મી.મી. વરસાદ થઇ ચુકયો છે. એટલેકે સિઝનના કુલ વરસાદના 43 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

ભાવનગર શહેરમાં માત્ર 8 મી.મી. વરસાદ વરસ્યો હતો. શહેરમાં ગઇકાલ સાંજ સુધીમાં 8 મી.મી. વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ 300 મી.મી. થયો છે. આજે ઘોઘામાં 18 મી.મી. વરસાદ વરસી ગયો હતો. જેથી નીચાણાવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. ઘોઘામાં આજે 18 મી.મી. વરસાદ થવાથી સિઝનનો કુલ વરસાદ 240 મી.મી. થયો છે જે કુલ વરસાદના 39.15 ટકા થાય છે.

(11:09 am IST)