Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

વિસાવદરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા : સવારના 8 વાગ્યા સુધીમાં 4 ઈંચ

મોસમનો કુલ વરસાદ 18 ઈંચ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :લોકો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાની સવારી વિસાવદરમાં ગઈકાલે સાંજે આવી પહોંચી હતી અને રાત્રિનાં 9-45થી તો મેઘરાજાએ વિસાવદર પર અવિરત વ્હાલ વરસાવ્યુ હતુ.આખી રાત મુશળધાર વરસાદ વરસ્યો હતો અને સવારનાં 8 વાગ્યા સુધીમાં 4 ઈંચ વરસાદ ખાબકયો હતો.મોસમનો કુલ વરસાદ 18 ઈંચ નોંધાયો છે. મેઘમહેરથી સમગ્ર વિસાવદર પંથકમાં આનંદની લાગણી વ્યાપી છે.વરસાદનાં અભાવે ઉભા મોલ સુકાઈ રહ્યા હતા અને લોકોના જીવ ઉચ્ચક બન્યા હતા..એવા સમયે જ મેઘરાજાએ વ્હાલપ વરસાવતા લોકોએ રાહત અનુભવી છે.

(10:29 am IST)