Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

પોરબંદર છાયાનગર પાલિકામાં આજે વેકસીનેશન કેમ્‍પમાં સાંજે ૪-૦૦ વાગ્‍યા સુધીમાં ૩૦૦ લોકોને રસી અપાઇ

આવતીકાલે પણ સવારે ૯ થી પ સુધી કેમ્‍પ યોજાયેલ છે

પોરબંદર : આજે ૩૧-૮-૨૦૨૧ ને મંગરવારે વૉર્ડ ન. ૬ ના મેમણવાડ ની મુસ્લીમ કન્યા શાળામાં વહીવટી તંત્ર દ્વારા કોરોના વિકસીનેશન ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં વિકસીનેશન લેવા વોર્ડ ના મ્યુ.કાઉન્સિલર ફારૂકભાઈ સુર્યા એ લોકોને અપીલ કરી હતી, વૉર્ડ ના તમામ ૧૮ થી ૬૫ વર્ષ ના લોકો વિકસીન લે તેવા ટાર્ગેટ સાથે આ મહા અભિયાન માં જોડાવવા લોકોને આહવાન કરતા આજે વહેલી સવારથી જ વિકસીન લેવા માટે લોકો ની કતારો લાગી હતી અને સાંજે ૪ વાગ્યા સુધી ૩૦૦ જેટલા લોકો ને વિકસીન આપી દેવામાં આવી છે અને હજુ લોકોની લાંબી લાઇન હોઈ આ કેમ્પ આવતી કાલે ૧-૯-૨૦૧૨૧ બુધવારે પણ સવારે ૯ વાગ્યા થી સાંજે ૫ સુધી ચાલુ રાખવાનું નક્કી કર્યુ છે. આગામી દિવસોમાં પણ સમયાંતરે કોરોના રસીકરણ ની કામગીરી વહીવટી તંત્ર ના સહકાર થી ચાલુ રાખી સમગ્ર વોર્ડ ને રસીકરણ યુક્ત કરી લેવામાં આવશે.

(9:56 pm IST)