Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

ધોરાજીમાં નવરંગ નેચર કલબ - રાજકોટ તથાઅર્જુન એકેડેમી - ધોરાજીનાસંયુકત ઉપક્રમેવિવિધ જાત ના ફૂલછોડ અને કલમી ફળાઉ રોપાઓનું રાહત દરે વિતરણ કરાયું

મોટી સંખ્યામાં લોકોએ ફૂલ ઝાડ અને આર્યુવેદીક દવાઓ કોસ્મેટિક આઇટમો રાહત દરે ખરીદી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:નવરંગ નેચર કલબ - રાજકોટ તથા અર્જુન એકેડેમી - ધોરાજીના સંયુકત ઉપક્રમે વિવિધ જાત ના ફૂલછોડ અને કલમી ફળાઉ રોપાઓનું  રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે ધોરાજી અર્જુન એકેડેમી ના દિનેશભાઈ ચાવડા નવરંગ નેચર કલબના વી.ડી. બાલા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી કે ઓછા કોલેજના પ્રિન્સિપાલ ડો સી.વી.બાલધા ભારત વિકાસ પરિષદના વિઠ્ઠલભાઈ કોરડીયા સહિત અગ્રણીઓની હાજરીમાં કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
ધોરાજી ખાતે રાહત દરે વિવિધ જાતના ફૂલ છોડ અને કલમો પડાવ રોપાનું વિતરણ કરવામાં આવલ વિવિધ જાત ના ફૂલછોડ અને કલમી ફળાઉ રોપાઓનું રાહત દરે વિતરણ. કરવામાં આવેલ વિવિધ જાતના ફૂલછોડ દેશી ઓસડીયા  ગાય આધારિત વિવિધ ચીજ વસ્તુઓ
એલોવેરા જેલ મધ હાથ બનાવટના પાપડ ફળાઉ રોપા જેવા કે કલમી આંબા, કલમી ચીકુ, કલમી જામફળ, દ્રાક્ષ, ફણસ, કાજુ અને નાળિયેરીનું રાહત દરે વિતરણ. કરવામાં આવેલ
મીઠા લીંબડા, પારિજાત, લીંબુ વગેરે રોપાના ૨૫ રૂ. લેખે રાહત દરે વિતરણ. કરવામાં આવેલ
મધ (પ્રવાહી સોનું) મધના સેવન થી વજન ઘટે છે, લીવર - કીડની ને ફાયદો થાય છે, ચરબી ઓછી કરે છે, કબજિયાત દુર થાય છે, સવારે નાસ્તામાં રોટલી સાથે ખાય શકાય. અહીં માત્ર ૨૪૦ ના કિલો ના હિસાબે વેચાણ થાય છે. ફુલછોડ કાશ્મીરી અને ઈંગ્લીશ ગુલાબ (૧૫ જાતના રંગવાળા) ના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, કીશ્મીસ ટ્રી, ગ્રીન કોફી, વિવિધ જાતના સૂપ પાવડરો, કાશ્મીરી લસણ વગેરે રાહત દરે વિતરણ કરવામાં આવેલ તેમજ. દેશી ઓસડિયા, રસાયણ ચૂર્ણ,અશ્વગંધા, પીપરી મૂળ, ગોખરુ, ગળો, ત્રિફળા વગેરે રાહત દરે મળશે.
એલોવેરા જેલ : એલોવેરા જયુસ, સપ્તચુર્ણ, સરગવા અને દેશી બાવળનો પાવડર, ઇનહેલર, સાબુ, ગરમ પાણી કરવાની કોથળી, બોડી લોસન, તુલસીના ટીપા, વાળ માટેનું તેલ અને શેમ્પ, લીલી મહેંદી, દાબેલ ચણા અને મગ, હળદર વાળા ગાંઠિયા, ખાખરા વગેરે રાહત દરે વિતરણ કરવામાં આવેલ. દેશી ઓસડિયા : વિવિધ જાતના દેશી ઓસડિયાઓ જે જાતે તૈયાર કરેલ છે અને રાહત દરે મળે .
શાકભાજીના બિયારણ  ઃવિવિધ જાતના શાકભાજીના બિયારણના નાના પેકેટ (૧ પેકેટ ના રૂ. ૧૦).થાઈલેન્ડ મોગર્સ, લાલ કોટોન, ડબલ ટગરી, વસૂલીયા, મધુમાલતી, જાસૂદ, લકી બાંબુ વગેરે રોપા રાહત દરે મળશે.
આ બધુ ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને અમારી સંસ્થા જગ્યા અને પ્રચાર ની વ્યવસ્થા વિનામૂલ્ય કરી આપે છે.
 આ સાથે ધોરાજીમાં રાહત દરે અર્જુન એકેડેમી સ્કૂલ ખાતે યોજાયેલ નવરંગ નેચર કલબના સહયોગથી આયુર્વેદિક તેમજ ફૂલ ઝાડ છોડ વગેરે વસ્તુઓ મોટી સંખ્યામાં લોકો લેવા માટે આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે અર્જુન એકેડેમી સ્કુલ ના સંચાલક દિનેશભાઈ ચાવડા શ્રીમતી હંસાબેન ચાવડા પરેશભાઈ જોષી સહિત અગ્રણીઓ કર્મચારીઓ સેવા કાર્યમાં જોડાયા હતા

(5:26 pm IST)