Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

કચ્છમાં કોરોનાનો કહેર : વધુ બે મોત અને ૨૦ કેસ : કુલ કેસ 550

અંજાર-રાજકોટ બસના કડક્ટરને કોરોના, ઇફકોના મેનેજર, તાલીમી મહિલા પીઆઈને કોરોના, વધુ બે મોત સાથે મોતનો આંકડો વધીને ૨૮

ભુજ : કચ્છમાં કાળ બની રહેલા કોરોનાએ અંજારના નિર્મળાબેન વૃજલાલ શાહ(ઉ.૬૮), કોટડા રોહાના શાંતિલાલ ભાણજી ગાલા (ઉ.૫૬) એમ બે વધુ માનવ જિંદગીનો ભોગ લીધો છે. તો, પોઝિટિવ કેસો વધતા ચિંતા વધી છે. એક મહિલા પોલીસ કર્મી ટ્રેઈની પીઆઈ પાયલબેન મારવાડા ઉપરાંત અંજાર-રાજકોટ એસટી બસના કન્ડક્ટર અબુબકર સુલેમાન થેબાને કોરોના પોઝિટિવ ડિટેકટ થયો છે.

    ગાંધીધામમાં રહેતા ઇફકોના મેનેજર પ્રવીણ શર્મા અને તેમના પત્ની સંગીતાબેન પ્રવીણ શર્માને કોરોના પોઝિટિવ ડિટેકટ થયો છે. આ દંપતીની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે.  કચ્છમાં કોરોના બેકાબૂ થયો છે. કુલ કેસ વધીને ૫૫૦ અને મોતનો આંકડો ૨૮ થયો છે. એક્ટિવ કેસ ૧૭૩ છે. તો, સાજા થનાર દર્દીઓની સંખ્યા વધીને ૩૪૯ જેટલી નોંધપાત્ર થઈ છે

 . જોકે, કોરોનાની ચાલતી મહામારી વચ્ચે સરકાર સંવેદનશીલ છે, પરંતુ, કચ્છના તંત્રમાં અસંકલન છે. તંત્ર દ્વારા કોરોનાની યાદી આજે પણ ખૂબ જ મોડી જાહેર કરાઈ છે. કચ્છના નેતાઓ ચૂપ છે, લોકોમાં કોરોનાનો ભારે ફફડાટ છે. એક મોત ગઈ કાલે રાત્રે અને એક મોત આજે બપોરે થયું છે, વધુ બે માનવ જિંદગીઓ કોરોનાનો ભોગ બની, પણ છેક આજે રાત્રે ૯.૨૨ વાગ્યે મૃતકોના નામ સાથે સત્તાવાર યાદી જાહેર કરાઈ છે.

(10:11 pm IST)