Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મોરબી મતદારયાદી સુધારણા કાર્યવાહી શરૂ, જાહેર જનતાનેલાભ લેવા જિલ્લા કલેક્ટરની અપીલ.

મોરબી :તા.૦૧/૧૦/૨૦૨૨ ની લાયકાતના સંદર્ભે ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ આગામી તા.૩૧/૦૭/૨૦૨૨ સુધી મતદાન મથકોની ભૌતિક ચકાસણી અને મતદાન મથકોની પુનઃ ગોઠવણી મતદારોની વિગતોમાં પુનરાવર્તન દૂર કરવા, ફોટાઓનું પુનરાવર્તન દૂર કરવા તેમજ ઇપિક સબંધી પ્રશ્નોનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
તા.૦૧/૦૮/૨૦૨૨ થી તા.૧૦/૦૮/૨૦૨૨ સુધી ફોર્મેટ-૧ થી ૮ તૈયાર કરવા તથા ૦૧/૧૦/ ૨૦૨૨ ની લાયકાતની તારીખને અનુરૂપ પૂરવણીયાદીઓ અને મુસદ્દા મતદારયાદી તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
તા.૧૨/૦૮/૨૦૨૨ ના રોજ સંકલિત મતદારયાદીના મુસદ્દા પ્રસિદ્ધ કરવામાં આવશે અને સબંધિત હક્ક-દાવા તથા વાંધા અરજી તા.૧૨/૦૮/૨૦૨૨ થી ૧૧/૦૯/૨૦૨૨ રજૂ કરી શકશે. આ હક્ક-દાવા તથા વાંધા અરજીઓનો તા. ૨૬/૦૯/૨૦૨૨ સુધીમાં નિકાલ કરવાની કામગીરી હાથ ધરાશે.
તા.૪/૧૦/૨૦૨૨ સુધીમાં મતદારયાદીમાં હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની રહે છે તથા ડેટાબેઝ અદ્યતન કરવાની તથા પૂરવણી યાદીઓ જનરેટ કરવાની રહે છે. મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા.૧૦/૧૦/ ૨૦૨૨ ના રોજ કરવામાં આવશે. ઉપરાંત ખાસ ઝુંબેશની તારીખો EIC દ્વારા અલગથી જાહેર કરવામાં આવનાર છે

(12:52 am IST)