Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૦૪ કેસ નોંધાયા :વધુ ત્રણ દર્દીઓ સ્વસ્થ થયા

મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૮ થયો

મોરબી જીલ્લામાં કોરોના ફરી પગપેસારો કરી રહ્યો છે ગઇકાલે મોરબી જીલ્લામાં નવા ૦૪ કેસ નોંધાયા છે તો ૦૩ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ગયા છે નવા કેસોમાં મોરબી તાલુકામાં ૦૪ નવા કેસો નોંધાયા છે જેમાં ગ્રામ્ય પંથકમાં ૦૧ અને શહેરી વિસ્તારમાં ૦૩ નવા કેસ મળીને ચાર કેસ નોંધાયા છે જયારે  ૦૩ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી તાલુકામાં ૦૨ અને ટંકારા તાલુકામાં ૦૧ દર્દી સ્વસ્થ થયા છે જેથી મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૮ થયો છે

(12:15 am IST)