Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ધોરાજી પંથકમાં અષાઢી બીજ શુકનિયાળ : બે ઇંચ વરસાદ : ખેડુતો ખુશ ખુશાલ

બપોરે ગાજવીજ સાથે એક કલાક સુધી મન મૂકી મેઘો મહેરબાન થયો: ધીમી ધારે વરસાદથી ધરતી પર કાચું સોનું વરસ્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી :- ધોરાજી પંથકમાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ અષાઢી બીજે મેઘરાજાએ શુકન સાચવી પોતાનું હેત વરસાવતા ઠેર ઠેર લાપસીના આંધણ મુકાયા હતા.

આજ રોજ વહેલી સવારથી મેઘરાજા ધીમી ધારે વરસી રહ્યાં હતાં. બપોરે ગાજવીજ સાથે એક કલાક સુધી મન મૂકી મેઘો મહેરબાન થયો હતો. અષાઢી બીજને દિવસે આખો દિવસ વરસાદ વરસી જતા ખેડુતો ખુશ ખુશાલ થઈ ગયા હતા.
આ સાથે તેઓ તમે ગામ મજેવડી તેમજ ધોરાજીના વિવિધ ધર્મ મંદિરમાં અષાઢી બીજ પર્વ ઉજવાય રહ્યો હતો ત્યારે મેઘરાજાએ આનંદિત સવારી કરતા લોકો પણ વરસાદની સાથે અષાઢી બીજ મહોત્સવ ઉજવ્યો હતો
આ સાથે ધોરાજી શહેર અને તાલુકામાં ગરમીથી રાહતની સાથે બાળકો મનભરી નહાયા હતાં. ધીમી ધારે વરસાદથી ધરતી પર કાચું સોનું વરસ્યું હતું.
મેઘ રાજાએ પણ અષાઢી બીજનો મુરત સાચવ્યું હતું

 

(7:48 pm IST)