Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ખંભાળીયાના ઘી ડેમમાં પ્રથમ વરસાદી પાણીમાં ૪ બાળકો ન્હાવા પડતા ડૂબી ગયા : ૩ને બચાવી લેવાયા, ૧ની શોધખોળ ચાલુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : ખંભાળીયામાં આવેલ ઘી ડેમમાં પ્રથમ વરસાદના પાણી આવતા ચાર બાળકો ન્હાવા ગયા હતા જેમાં ડૂબી જતાં બનાવની જાણ થતા ફાયરની ટીમ દોડી ગઈ હતી, જેમાં ૩ બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. ઍક બાળક લાપતા થતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. બચાવી લેવાયેલ બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખંભાળીયા નગરપાલિકાની ફાયર, ટીમ પોલીસ ટીમ તથા તરવૈયાની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી છે.

(6:22 pm IST)