Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

કચ્‍છના નખત્રાણાના ભડલી ગામમાં જેઠ વદ અમાસની વાર્ષિક તિથીએ બકરી ધુણતા પુજારી દ્વારા તેના પર હાથ રાખી વરસાદની આગાહી કરવાની પરંપરા

ક્ષત્રિય સમાજના ઘરેથી એક જ વંશજની બકરી ધુણીને પતરી આપેઃ મળેલા સંકેત અનુસાર ભવિષ્‍યવાણી થાય

નખત્રાણાઃ કચ્‍છના નખત્રાણાના ભડલી ગામમાં ગરીબનાથના સ્‍થાનકે જેઠ વદ અમાસની વાર્ષિક તિથી પ્રસંગે ધાર્મિક પતરી વિધી યોજાય છે. જેમાં એક જ વંશજની બકરીને ક્ષત્રિય સમાજના સભ્‍યો ભોગા મળી વચ્‍ચે ઉભી રાખી ધુણીને પતરી આપે છે. પુજારી બકરીના શરીર પર હાથ રાખી મળેલા સંકેત અનુસાર વરસાદની આગાહી આપે છે.

નખત્રાણા તાલુકામાં આવેલા ભડલી ગામના સિદ્ધદાદા ગરીબનાથના સ્થાનકે વરસાદ કેવો રહેશે તેની માહિતી એક બકરી આપે છે. લોકોની આસ્થા સાથે જોડાયેલ આ પરંપરા વર્ષોથી યોજાતી રહે છે. જેમાં ગામના ક્ષત્રીય પરિવારના ઘરેથી એક જ વંશની બકરીની જેઠ વદ અમાસની વાર્ષિક તિથી પ્રસંગે આયોજીત ધાર્મિક પ્રસંગે પતરી વિધિ યોજાય છે. પુજા આરતી કરાયા બાદ પુજારીી બકરીના ધુણવાની રાહ જોવે છે. બકરી ધુણે ત્યાર બાદ તેઓ તેના પર હાથ રાખીને આગાહી કરે છે.

નખત્રાણાના ભડલી ગામે આવેલા સિદ્ધયોગી દાદા ધોરમનાથજીના શિષ્ય સિદ્ધદાદા ગરીબનાથજીની સમાધિ આવેલી છે. અહીં પ્રતિવર્ષ અમાસના દિવસે ધાર્મિક પ્રસંગે આયોજીત થાય છે. તેમાં આસપાસના સાત ગામ પાંખી પાડી સવારથઈ સાંજ સુધી મેળા સ્વરૂપે જોડાય છે. દરમિયાન સાંજે 5 વાગ્યે મંદિરમાં આરતી થાય છે. જ્યા સંકુલ અંદર હકડેઠઠ ભાવિકો હાજર રહે છે. આ દરમિયાન ક્ષત્રિય સમાજનાં દરેક ઘરના લોકો હાજર રહે છે. એક જ પરિવાર વંશથી બકરી સંકુલમાં જન સમુહની વચ્ચે ઉભી રહે છે. આરતી પુર્ણ થયા બાદ ઘુણીને પતરી આપે છે. જેના બાદ પુજારી બકરીના શરીર પર હાથ રાખી મળેલા સંકેત અનુસાર વરસાદની ભવિષ્યવાણી ભાખે છે.

(5:42 pm IST)