Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાર દિવસમાં બાર કોરોના પોઝીટીવ કેસથી તંત્ર દોડયું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧ :.. દેવભૂમિ દ્વારકામાં કોરોના પોઝીટીવ કેસો અન્‍ય જિલ્લાની સરખામણીમાં ઓછા હોવા છતાં પણ કોરોનાના કેસ દ્વારકા ખંભાળીયા તાલુકામાં ૧ર દિવસમાં બાર નોંધાયા હતા છેલ્લે દ્વારકા પંથકમાં એક સાથે ચાર તથા તે પછી સલાયામાં અને ખંભાળીયાના વાડી વિસ્‍તારમાં એક નીકળતા તંત્ર દોડયું છે.

જિલ્લા આરોગ્‍ય એપેડેમીક ઓફીસર એમ. ડી. જેઠવા એ જણાવેલ કે પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલાઓનું ચેકીંગ વિસ્‍તૃત રીતે હાથ ધરાયું છે તથા સર્વેલેસની ટીમો દ્વારા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં રોજ ૪૦૦-૪૦૦ જેટલાના ટેસ્‍ટીંગ પણ સમગ્ર જિલ્લાના ચારેય તાલુકામાં શરૂ કરવામાં આવ્‍યા છે.

(2:20 pm IST)