Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જુનાગઢના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એએસઆઇ શિવલાલભાઇ જોષીની આજે ૧રમી પુણ્યતિથીઃ સાધુ સંતો ઓનલાઇન શ્રધ્ધાંજલી અર્પણ કરશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ :.. જુનાગઢ અકિલાના પત્રકાર સ્વ. સૂર્યકાન્તભાઇ જોષી તથા વિનુભાઇ જોષીના પિતાજી શિવલાલભાઇ કરશનજી જોષીની આજે ૧રમી પુણ્યતિથી છે.

૧૯૯૧ ની સાલમાં સૌરાષ્ટ્રના એકમાત્ર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એએઅસઆઇ શિવલાલભાઇ જોષીને ૪રમાં પ્રજાસત્તાક પર્વ નિમિતે ભારતના રાષ્ટ્રપતિ શ્રી આર. વેકટરામ દ્વારા સનિષ્ઠ અને સાહિસકતાપૂર્ણ પ્રશંસનીય પોલીસ સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાયો હતો.

શ્રી શિવલાલ જોષી અમરેલી જીલ્લાના વડીયા તાલુકાના રામપુર (તોરી) ગામના મુળ વતની છે તેઓ ૧૩ મી જૂલાઇ ૧૯પ૦ ના રોજ જુનાગઢ જીલ્લામાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતાં.

તેઓએ પોરબંદર, રાજકોટ (સીઆઇડી) બાટવા, વિસાવદર, સરસઇ (ઓપી) વેરાવળ સીટીમાં ફરજ બજાવી હતી વેરાવળમાં અચાનક કોમી રમખાણો ફાટી નિકળતા શ્રી જોષીએ તે વખતે તેમની યશસ્વી ફરજની કદર કરીને તત્કાલીન ડીએસપી શ્રી સિંઘ એ સ્પેશ્યલ પ્રમોશન આપ્યુ હતું.

ત્યારબાદ ૧૯૬૪ થી તેમને લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ પર મુકયા હતા જયાં તેમણે ૧૯૭ર સુધી હિમતપૂર્ણ ફરજ અદા કરી હતી તે દરમ્યાન વણઉકેલ રહેલા ખુન કેસોના આરોપીઓને પકડવા તરખાટ મચાવતી ઘરફોડ ચોરી કરતી તસ્કર ગેંગને પકડી વર્ષોથી ફરાર બનેલા આરોપીઓને શોધી કાઢવાની યશસ્વી ફરજ બજાવી હતી.

૧૯૭ર માં શ્રી જોષીને સરસઇ પોલીસ મથકમાં ખાસ મુકવામાં આવ્યા અને તે વખતે સૌરાષ્ટ્રના ડીઆઇજી શ્રી મજબુતસિંહ જાડેજાએ તેમને પોરબંદરના નામીચા શખ્સ કાના અભુ વાઘેર જે ત્રણ ખુનમાં રર વર્ષથી ફરાર હતો તેને પકડવાની કપરી ફરજ સોંપતા શ્રી જોષીએ પાવાગઢના બોડેલી ગામેથી જીવના જોખમે તેને ઝડપી લીધો હતો.

આ ગુન્હેગારએ શ્રી જોષી પર છરી વડે હૂમલાનો પ્રયાસ કરેલો આ કાના અભુ વાઘેરની તે વખતે પોરબંદરમાં હાક હતી તે બિનહરીફ ગેંગ લીડર હતો પોલીસ અધિકારીઓ સામે પણ ગોળીબાર કરતો આ ગુનેગાર મહારાષ્ટ્રમાં ખુન કરી ચૂકયો હતો.

શ્રી શિવલાલ જોષી ૧૯૮૩ માં ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂકયા છે અને પ્રશંસનીય જીવના જોખમે કામગીરી કરવા બદલ ઇનામોની સંખ્યામાં બેવડી સદી ફટકારી ચૂકયા છે. વિવિધ સ્થળોએ વરસો પહેલા ગુન્હા કરી નાસી છૂટેલા ગુન્હેગારો પાસા ગુંડાધારા હેઠળ અસામાજીક તત્વોની ધરપકડો દારૃ-જૂગારના દરોડા ઝૂંબેશ આંતર રાજય ગુનેગારો ઘરફોડ લૂંટ જેવા ગુન્હાઓનો ભેદ ખોલવા રીઢા ગુનેગારોને ઝડપી ગુનાઓનો ભેદ ઉકેલવા જેવી મહત્વની કામગીરી તેઓએ બજાવેલ.

શ્રી શિવલાલ જોષીને જે તે વખતે ભારત સરકારે રાષ્ટ્રપતિ ચંદ્રકથી નવાજતા સ્પે. આઇજીપી શ્રી કનુ પિલ્લાઇ ડીઆઇજી શ્રી ભાર્ગવ કલેકટર જે. એન. સિંહ, ડીએસપી જી. કે. પરમાર, સાંસદ ભાવનાબેન ચિખલીયા વિવિધ અધિકારી પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતાં.

પોલીસ ખાતામાં ફરજ બજાવી ર્નિવ્યસની અને પ્રમાણિક નિષ્ઠાવાન એવા શ્રી જોષીએ નિવૃત થયા બાદ પોતાના હકક હિસ્સાની મળેલ રકમમાંથી ઘરનું મકાન ખરીદેલ અત્યંત સાદગી ભર્યુ જીવન અને લોકોને પ્રેરણા સ્ત્રોત હતા આજે પણ પોલીસ ખાતામાં તેઓની અમીટ છાંપ જોવા મળે છે.

શ્રી શિવલાલ જોષીના પુત્ર વિનુભાઇ જોષી હાલમાં જુનાગઢ જીલ્લાના અકિલાના પત્રકાર તરીકે કામગીરી સંભાળી રહ્યા છે સ્વ. શિવલાલભાઇએ ધુનડાના સંત પૂ. જેન્તિરામબાપા અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. મુકતાનંદબાપુ, પૂ. ઇન્દ્રભારતીબાપુ તેમજ પૂર્વ મેયર ધીરૃભાઇ ગોહેલ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી સહિતના શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

(1:28 pm IST)