Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

અસ્‍થિર મગજની મહિલાને પોલીસે કપડા પહેરાવી સમજાવી જૂનાગઢના પરિવાર સાથે મોકલી આપી

જૂનાગઢ, તા.૧: ઝાંઝરડા રોડ ઉપર એક અસ્‍થિર મગજની મહિલા નિર્વષા થઈને ફૂટપાથ ઉપર ફરે છે અને લોકો મદદ કરવાના બદલે તમાશો જોઈને વિકળત આનંદ મેળવતા હોવાની જાણ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને કરવામાં આવેલ હતી.
બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીઆઈ એન.આર.પટેલ, પીએસઆઇ કે.કે. મારું, સ્‍ટાફના હે.કો. ધાનિબેન  તેમજ She Teamના મહિલા એએસઆઈ રસીલાબેન, પો.કો.મિત્તલબેન, સહિતની મહિલા પોલીસની ટીમને તાત્‍કાલિક ગણતરીની મિનિટોમાં બજારમાંથી કપડા ખરીદી, મોકલી આપતા, અસ્‍થિર મગજની લાવારિસ મહિલાને કપડા પહેરાવી, પોલીસ સ્‍ટેશન ખાતે લાવી, પૂછપરછ કરવામાં આવતા કાઈ બોલતીના હોઈ, વ્‍યવસ્‍થિત સાફસફાઈ અને તૈયાર કરી, જમવાનું મંગાવી, જમાડી, પ્રેમથી પૂછતા, પોતાનું નામ જણાવેલ અને પોતે જૂનાગઢ તાલુકાના ગામડાની હોઈ, પોતાના પતિ હયાત ના હોઈ, દાતાર રોડ ઉપર પોતાના દીકરા અને ફેમિલી સાથે રહેતી હોવાની કબૂલાત કરેલ હતી.
બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા અસ્‍થિર મગજની મહિલાના દીકરા અને કુટુંબીજનોને બોલાવી, મહિલાને પોતાના દીકરા સાથે જવાનુ કહેતા, પહેલા મહિલાએ પોતાના કુટુંબીજનો સાથે જવાની ના પાડેલ હતી. ત્‍યારબાદ બી ડિવિઝન પોલીસની  She Team દ્વારા મધ્‍યસ્‍થી કરીને અસ્‍થિર મગજની મહિલા અને કુટુંબીજનોને સમજાવતા, બધા સાથે જવા તૈયાર થઈ ગયેલા હતા. આમ, જૂનાગઢ પોલીસની She Team દ્વારા મધ્‍યસ્‍થી થઈને અસ્‍થિર મગજની મહિલાનો કુટુંબીજનો સાથે મિલન કરાવતા, ર્ંકુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્‍યર્ક્‍તં કર્યો હતો.  જૂનાગઢ પોલીસ દ્વારા પણ ર્ંપોતાની ફરજ ગણાવી,  કુટુંબીજનોને હવે પછી મહિલાની સારવાર કરાવવા, ધ્‍યાન રાખવા, તકેદારી તથા સાવચેતી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. અસ્‍થિર મગજની મહિલાનું કુટુંબીજનો સાથે મિલન થતા, બી ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે ર્ંભાવવાહી દ્રર્શ્‍યોં સર્જાયા હતા.

 

(1:05 pm IST)