Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જુનાગઢમાં ક્રિકેટ મેચ ઉપરજુગાર રમાડતા ઝડપાયો

જુનાગઢ, તા. ૧ :  બ્‍લોચ વાડા મસ્‍જીદ સામે રહેતો અહેમદ અનીશભાઇ મેમણ પોતાના મકાન કે જે બ્‍લોચવાડા સામેની સાઇડે આવેલ મકાને ચાલૂ ભારત તથા આયરલેન્‍ડની ટીર૦ ની ક્રિકેટ મેચમાં બોલ, રન, ઓવર ઉપર હાર-જીતના ક્રિકેટ સટ્ટા બેટીંગના સોદાઓ કરી નાણાની હારજીત કરી પાછળથી હવાલા દ્વારા નાણાની આપ-લે કરી ક્રિકેટ સટ્ટા બેટીંગનો હારજીતનો જુગાર રમી રમાડે છે. અને સ્‍થળે ક્રિકેટ સટ્ટાનો જૂગાર ચાલૂ હોવાની જાણ થતા રેઇડ કરતા અહેમદ અનીશભાઇ મેમણ હાજર મળી આવતા તેના મકાનના રૂમમાં બેડ ઉપર બે લેપટોપ તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન પડેલ હોય. જે કબ્‍જે કરેલ છે.
મજકુર ઇસમને લાઇન અંગે પુછતા (૧) ભોલે અમદાવાદ (ર) વાયજે રહે. જુનાગઢ . (૩) ટેમ્‍પો રહે. જુનાગઢ (૪) સલમાનભાઇ રહે. હૈદ્રાબાદ (૫) જય રહે. રાજકોટ ના હોવાનુ જણાવેલ. અને આ ઉપરની લાઇન મારફત પોતે ક્રિકેટ સટ્ટાના ગ્રાહકો મારફતે હવાલા દ્રારા નાણાની આપેલ કરી ક્રિકેટ સટ્રાનો જુગાર રમાડતો હોવાનુ જણાવે છે તેમજ ઉપરોકત માસ્‍ટર આઇડી પૈકી નુ જ્‍યભાઇ રહે. રાજકોટ વાળા પાસેથી તથા નામનુ આઇડી સલમાનભાઇ રહે. હૈદ્રાબાદ વાળા પાસેથી લીધેલ હોવાનુ જણાવેલ. મજકુર ઇસમના કબ્‍જામાંથી મળી આવેલ મોબાઇલ ફોન તથા લેપટોપ-ર તથા રોકડા રૂપીયા કબ્‍જે કરી મજકુર ઇસમ વિરૂધ્‍ધ જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુન્‍હો એ ડીવીજન પો.સ્‍ટે. ખાતે નોંધાવેલ છે.
ક્રાઇમ બ્રાન્‍ચના પો.ઇન્‍સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. વિ.એન. બડવા, નિકુલ એમ. પટેલ તથા પો.હૅડ કોન્‍સ. યશપાલસિંહ જાડેજા, પ્રકાશભાઇ ડાભી, જીતેષ મારૂ તથા પો.કોન્‍સ. દિપકભાઇ બડવા, દિવ્‍યેશ ડાભી તથા ડ્રા. પો.કોન્‍સ. મુકેશભાઇ કોડીયાતર વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

 

(1:04 pm IST)