Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જામનગરમાં બિમારીથી કંટાળી જઈ પરણિતાએ આયખું ટુંકાવ્યંંુ

જામનગર, તા.૧: અહીં વાલ્કેશ્વરનગરી, સ્વરૃપ હાઈટ્સ બ્લોક નં.૮૧૦ માં રહેતા અમીતકુમાર ગોરધનભાઈ દેત્રોજા, ઉ.વ.ર૮ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, રીનાબેન અમીતકુમાર ગોરધનભાઈ દેત્રોજા, ઉ.વ.ર૬ વાળાને છેલ્લા એકાદ વર્ષથી કબજીયાત તથા પેટના દુઃખાવાની બિમારી રહેતી હોય અને પોતાની બિમારીના કારણે કંટાળી જઈ પોતે પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ પામેલ છે.

પાણીના ખાડામાં ડુબી જતા યુવકનું મોત

અહીં ઘનીષ્ઠ એપાર્ટમેન્ટ ગીતા મંદિર પંચવટીમાં રહેતા દિપક ઉર્ફે જયકિષ્ના પરીયાર, ઉ.વ.ર૩ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કેલક્ષ્મણ કિષ્ના પરીયાર, ઉ.વ.૦૯ વાળા જામનગરના ગાંધીનગર તરફ જતા રોડ પાસે ભુતીયા બંગલા પાછળ આવેલ પાણીના મોટા ખાડામા નાહવા પડતા પાણીમાં ડુબી જતા મૃત્યુ પામેલ છે.

મોબાઈલ રીપેર ન થતા દુકાનમાં તોડફોડ

અહીં વૃંદાવનપાર્ક, શેરી નં., પટેલ પાર્ક પાછળ રહેતા હિતેનભાઈ ગોવિંદભાઈ ટાંક, ઉવ.૩૩ એ સીટી ભએભ પોલીસ સ્ટેશનમાં  ફરીયાદ નોંધાવી છે કે, શહનવાજ સલીમભાઈ ખીરા એ બે મોબાઈલ ખરાબ હોય જેથી રીપેરીંગ કરવા માટે ફરીયાદી હિતેનભાઈની દુકાને અવાર નવાર ધકકા ખાતા મોબાઈલ રીપેર ન થતા આ વાતનો ખાર રાખી ફરીયાદી હિતેનભાઈની રણજીસાગર રોડ, પંપ હાઉસ સામે, ભભબજરંગ મોબાઈલ નામની દુકાને જઈ દુકાનના દરવાજાની ઉપર લગાવેલ બજરંગ મોબાઈલ નામનું લોખંડના પાઈપની ફેમવાળુ બેનર તથા દુકાનની સાઈડમાં દિવાલ ઉપર લગાવેલ એલ.ઈ.ડી. લાઈટ ડીઝાઈન વાળો ઈલેકટ્રીક બોર્ડ તથા નીચે રાખવાનું બેનર સ્ટેન્ડ ની તોડફોડ કરેલ હોય જે બાબતે આરોપી શાહનવાજના ઘરે પુછવા જતા એકદમ ઉશ્કેરાઈ જઈ પતાવી દેવાની ધમકી આપી ફરીયાદી હિતેનભાઈની દુકાને જઈ આશરે કિંમત પ૦૦૦/ની કિંમતની વસ્તુનું તોડફોડ કરી નુકશાન કરી ગુનો કરેલ છે.

જુના મનદુઃખના કારણે મહિલાઓ બાખડી

સાપર ગામે રહેતા મુમતાજબેન જુસબ દાઉદભાઈ બેતાર, ઉ.વ.પ૦ એ સિકકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, મુમતાજબેનની દિકરીને આરોપી અફસાનાબેન ઉર્ફે બબુબેન અલ્તાફભાઈ સમાનો સગો ભાઈ આજથી પાંચેક મહિના પહેલા ભગાડીને લઈ ગયેલ હોય જે બાબતેનું મનદુઃખ રાખી આરોપીઓ અફસાનાબેન ઉર્ફે બબુબેન અલ્તાફભાઈ સમા તથા હલીમાબેન ઉર્ફે ગુડીબેન ઈમરાનભાઈ સમા એ હાથમાં લાકડી લઈ યુનુસભાઈ આદમભાઈ ના ઘરે જઈ ફરીયાદી મુમતાજબેન તથા સાહેદ સહેનાઝ બેનને ગાળો આપી લાકડીના ઘા મારી આખા શરીરે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

ખાખરા ગામે જુગાર

ધ્રોલ પોલીસ સ્ટેશનના કોન્સ. જગદીશભાઈ હીરામણભાઈ જોગરાણાએ ફરીયાદ નોંધાવી છે કે, ખાખરા ગામે ટીંસુભા બટુકસિંહ જાડેજાની વાડીની બાજુમાં લાઈટના થાંભલા પાસે આરોપી ટિંસુભા બટુકભા જાડેજા, હેમતસિંહ કરણુભા જાડેજા, વિપુલસિંહ ઉર્ફે ઘોઘુભા રમજુભા જાડેજાએ જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃ.૧૦,૩૦૦/ સાથે ઝડપાઈ ગયેલ છે.

સિકકા ગામે જુગાર

સિકકા પોલીસ સ્ટેશનના કોન્સ.ભાયાભાઈ આશાભાઈ મસુરાએ ફરીયાદ નોંધાવી છે કે,  સિકકા મોટાપાઈ ચોક પાસે ગલીમાં આરોપી ઈરફાન અબ્બાસ ભગાડ, અસગર ઈશા મેપાણી વાઘેર, સાગર છગનભાઈ પરમાર, અનવર અબ્દુલ ઘાવડા રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃ.૩૮૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:03 pm IST)