Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રાજ્‍યપાલે જૂનાગઢ ખાતે કાર્યરત હ્યુમન લાઇબ્રેરીની મુલાકાત લીધી

જૂનાગઢ, તા.૧: રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ, કલેકટર કચેરી ખાતે કાર્યરત હ્યુમન લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી.રાજયપાલશ્રી એ હ્યુમન લાઈબ્રેરીના  નવતર અભિગમને બીરદાવતા જણાવ્‍યું  કે, આ લાઈબ્રેરી અનોખી છે, પ્રેરણારૂપ છે.
જૂનાગઢના આઝાદ ચોકમાં દેશના પહેલા પ્રાકળતિક પ્‍લાસ્‍ટીક કાફેના ઉદ્ધાટન બાદ રાજ્‍યયપાલશ્રી  એ હ્યુમન લાઇબ્રેરીની મૂલાકાત લીધી હતી. રાજ્‍યપાલશ્રીએ આ પ્રસંગે જણાવ્‍યુ હતું કે, હ્યુમન લાઇબ્રેરી અનોખી છે. અહી વળધ્‍ધો, યુવાનો,સરકારી કર્મચારીઓ તેમના સુખદુખ એક બીજા સાથે વહેંચી શકે છે. આ લાઇબ્રેરીમાં શેરીંગ થી લોકો હળવા થશે. અહિ લાઇબ્રેરીમાં યુવાનો વડિલો એમ કોઇ એકબીજા સાથે સમય પસાર કરવાથી બે જનરેશન વચ્‍ચેનું અંતર ઓછુ થશે. તેમજ તનાવ થી મુકત બનશે. આમ,  એક તંદુરસ્‍ત સમાજનું નિર્માણ થશે.
આ તકે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર  નાયબ મામલતદાર શ્રી પ્રતીપાલસીંહ રાયજાદાનુ રાજયપાલશ્રીના હસ્‍તે પ્રશસ્‍તીપત્ર આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.
આ તકે કલેકટરશ્રી રચિતરાજે રાજ્‍યપાલશ્રીને જૂનાગઢની ઓળખ સમા ગિરનાર અને પ્રાકળતિક પ્‍લાસ્‍ટીક કાફે, ધ હ્યુમન લાઇબ્રેરીને દર્શાવતો મોમેન્‍ટો અર્પણ કર્યો હતો.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારશ્રી મિરાંત પરીખ, જૂનાગઢ  નિવાસી અધિક કલેકટરશ્રી એલ.બી.બાંભણીયા સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં

 

(1:03 pm IST)