Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સાર્વત્રિક વરસાદથી પાણી-પાણીઃ ખંભાળીયામાં મોસમનો રર% વરસી ગયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલે બપોરે બે વાગ્યા પછીથી વરસાદી વાતાવરણ સાથે વરસાદની શરૃઆત થઇ હતી તથા બે થી સાંજના સાત વાગ્યા સુધીમાં પાંચ કલાકમાં ખંભાળીયામાં ૯૧ મીથી સાડા ત્રણ ઇંચ જેટલો જોરદાર વરસાદ પડતા સર્વત્ર પાણી...પાણી થઇ ગયું હતું તથા રામનાથ રોડ, શહેરના ઝવેરી બજાર, લુહાર શાળા, પાંચ હાટડી, નગર ગેઇટથી જોધપુર ગેઇટ રોડ પર પાણી...પાણી થઇ ગયું હતું તથા લોકો વરસાદમાં ન્હાવાની મોજ માણવા નીકળ્યા હતાં.

કાલે બપોરથી સાંજ સુધીમાં દ્વારકામાં ૧૭ મી.મી., ભાણવડમાં ૩૩ મી. મી. તથા કલ્યાણપુરમાં ર૯ મી.મી. તથા ખંભાળીયામાં  ૯૧ મી. મી. વરસાદ પડયો હતો. ખંભાળીયામાં અગાઉ પણ ૯૦ મી. મી. વરસાદ પડયો હોય મોસમનો કુલ વરસાદ ર૧.૩પ થવા પામ્યો છે.

ખંભાળીયા તથા ભાણવડ કલ્યાણપુરના ગામોમાં બે થી ચાર ઇંચ જેટલો વ્યાપક વરસાદ પડતા હવે વાવણી લાયક વરસાદ થઇ ગયો છે. તો વાવણી અગાઉ કરી ગયેલા માટે સોના જેવો વરસાદ થયો છે.

ખંભાળીયાના હવામાન અગાહીકાર  કનુભાઇ કણઝારીયા એ તા. ૩૦ થી ૩-૭ સુધી વરસાદની આગાહી કરી હતી જે વધુ એક વખત સાચી પડી છે. હજુ ૩-૭ સુધી વરસાદી વાતાવરણ સાથે વરસાદ પડશે.

(1:02 pm IST)