Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

દેવભુમી દ્વારકા જિલ્લામાં ૬૦૦ શિક્ષકોની પ્રાથમીકમાં ખાલી જગ્યાઓ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧ : દેવભુમિ દ્વારકા જિલ્લામાં ૬૦૦ જેટલી શાળાઓમાં ૬૦૦ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અનેક શાળાઓમાં બેથી પાંચ શિક્ષકોની ખાલી જગ્યાઓ હોય આ જગ્યાઓ પર હાલ પ્રવાસી શિક્ષકોની ગાડુ ગબડાવાય છે પરંતુ ૬૦૦ ખાલી જગ્યા સામે પ૦% જ  પ્રવાસી શિક્ષકો મંજુર થતા પ્રવાસી શિક્ષકો પણ પુરતા ઉપલબ્ધ ના થયા હોય તાજેતરમાં પ્રવેશોત્સવ કરીને છાત્રાને શાળામાં દાખલ કરાયા છે ત્યારે તેમના શિક્ષણ પર માઠી અસર પડે તેમ હોય તાકીદે શિક્ષકોની ભરતી કરવા અથવા જયા ખાલી જગ્યા હોય ત્યાં પ્રવાસી શિક્ષકોને નીમવા આયોજનની પણ માંગ ઉઠી છે.

(1:01 pm IST)