Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રિલાયન્સ બ્રાન્ડઝ લિમિટેડની વૈશ્વિક ફૂડ ચેઇન પ્રેટ અ મોરે સાથે મળી ફૂડ અને બેવરેજ રિટેલ ક્ષેત્રે તેના પ્રથમ સાહસની જાહેરાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧ : રિલાયન્સ બ્રાન્ડ્ઝ લિમિટેડે (ય્ગ્ન્) વિશ્વ સ્તરીય ફ્રેશ ફૂડ અને ઓર્ગેનિક કોફી ચેઇન પ્રેટ એ મોરે સાથે ભારતમાં આ બ્રાન્ડ લોન્ચ કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. લાંબા ગાળાની આ માસ્ટર ફ્રેન્ચાઇઝી ભાગીદારી સાથે આરબીએલ મોટા શહેરો અને ટ્રાવેલ હબથી શરૃ કરીને દેશભરમાં ફૂડ ચેઇન શરૃ કરશે.

પ્રેટ એ મોરે, જે ફ્રેન્ચ શબ્દો છે જેનો અર્થ થાય છે  'રેડી ટુ ઈટ', સૌપ્રથમ ૧૯૮૬માં લંડનમાં શરૃ કરવામાં આવી હતી. તે સમયે દરરોજ હાથથી બનાવેલું ભોજન તૈયાર કરવાનું મિશન ધરાવતી દુકાન હતી. ૩૫ વર્ષ પછી બ્રાન્ડ હાલમાં યુકે, યુ.એસ., યુરોપ અને એશિયા સહિત ૯ બજારોમાં વૈશ્વિક સ્તરે ૫૫૦ દુકાનો ધરાવે છે, જે દરરોજ તાજી બનાવેલી ઓર્ગેનિક કોફી, સેન્ડવીચ, સલાડ અને વ્રેપ ઓફર કરે છે.

'પ્રેટ સાથેની અમારી ભાગીદારીનું મૂળ બ્રાન્ડ તરીકે પ્રેટ અને ભારતમાં ફૂડ અને બેવરેજ ઉદ્યોગ, બંનેની મજબૂત વૃદ્ઘિની સંભાવનામાં રહેલું છે. આરબીએલ ભારતીય ગ્રાહકોની નાડીને સારી રીતે ઓળખે છે અને આપણે શું ખાઈએ છીએ તે અંગે જાગૃતિ વધી રહી છે - આ આદત ઝડપથી ફૂડને નવી ફેશન પણ બનાવી રહી છે. ભારતીયો તેમના વૈશ્વિક સમકક્ષોની જેમ ફ્રેશ અને ઓર્ગેનિક તત્વો આધારિત ભોજનના અનુભવો શોધી રહ્યા છે જે પ્રેટની મુખ્ય ખાસિયતો સાથે એકદમ સુસંગત છે. આ જોડાણની આગવી વિશેષતાઓ જ નિઃશંકપણે આ સાહસની સફળતા માટેની એક રેસીપી છે,' તેમ રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડના એમડી દર્શન મહેતાએ જણાવ્યું હતું.

ભારતના સૌથી મોટા લકઝરી ટુ પ્રીમિયમ રિટેલર તરીકે આરબીએલ ૧૪ વર્ષથી દેશમાં વૈશ્વિક બ્રાન્ડ્સનું સંવર્ધન અને વિકાસ કરે છે. ગ્રાહકોની ખર્ચ કરવાની વિકસતી આદતો અને મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજના પર તેની સમૃદ્ઘ આંતરદૃષ્ટિ સાથે ફૂડ ઈન્ડસ્ટ્રીમાં ય્ગ્ન્ને પ્રથમ પ્રવેશ સૌથી મોટા રિટેલ બજારોમાંના એકમાં પ્રેટનો વૈશ્વિક ડાઈનિંગ અનુભવ લાવશે.

પ્રેટ અ મોરેના સીઇઓ પેનો ક્રિસ્ટોએ કહ્યું કે, 'બે દાયકા પહેલા અમે એશિયામાં પ્રેટની પ્રથમ દુકાન ખોલી હતી અને તે બધા માટે તાજા બનાવેલા ખોરાક અને ૧૦૦% ઓર્ગેનિક કોફીને સમગ્ર ખંડના નવા શહેરોમાં લાવવાની પ્રેરણા છે. આરબીએલ બ્રાન્ડને ભારતમાં સફળ કરવામાં મદદ કરવા માટે બજારમાં તેમની વર્ષોની નિપુણતાનો ઉપયોગ કરીને અમને તે જ કરવામાં મદદ કરવા માટે એક શ્રેષ્ઠ ભાગીદાર છે. આ અત્યાર સુધીની સૌથી મહત્વાકાંક્ષી વૈશ્વિક ફ્રેન્ચાઈઝી ભાગીદારી છે અને તેના આધારે જ તેમની સાથે કામ કરવા આતુર છીએ.'

(1:27 pm IST)