Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મોરબીમાં દારૂના ધંધાર્થી ગોવિંદને ‘પાસા'માં ધકેલાયો

મોરબી તા ૧:  મોરબીમાં વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ રાજસ્‍થાનના ઇસમ વિરુદ્ધ પોલીસે કરેલી પાસા દરખાસ્‍ત મંજુર થતા આરોપીને પાસા હેઠળ સુરત જેલહવાલે કરવામાં આવ્‍યો છે

મોરબી એલસીબી ટીમને જીલ્લા મેજીસ્‍ટ્રેટ મોરબી દ્વારા ઈશ્‍યુ થયેલ પાસા હુકમ અન્‍વયે આરોપી ગોવિંદ પુનાજી કચરાજી મીણા રહે ઉદયપુર જી રાજસ્‍થાન વાળો વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ હોય જે ઇસમને પાસા એક્‍ટ તળે ડીટેઈન કરી લાજપોર મધ્‍યસ્‍થ જેલ સુરત હવાલે કરવામાં આવ્‍યો છે.

(12:57 pm IST)