Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ઉના વકીલ મંડળ દ્વારા વિદાય સમારોહ

ઉનાઃ ન્‍યાય કોર્ટમાં સિનિયર સરકારી વકીલ જગદીશભાઇ એમ. સખણપરાની બદલી ગોંડલ મુખ્‍ય કોર્ટમાં સરકારી વકીલ તરીકે થતા તેમનો બાર એસોશિયેશનના વકિલ મંડળ દ્વારા વિદાય સમારોહ યોજાયો હતો કોર્ટના જજશ્રીઓ, એડીશનલ ડિસ્‍ટ્રીક કોર્ટના સરકારી વકીલ મોહનભાઇ ગોહેલ અન્‍ય સરકારી વકીલો તથા તમામ વકીલો કોર્ટના કર્મચારીઓએ મોટી સંખ્‍યામાં હાજરી આપી હતી જગદીશભાઇનું પુષ્‍પગુચ્‍છ, ફુલહાર પહેરાવી સમૃતિભેટો આપી બહુમાન કરી વિદાય આપી વધુ સફળતા મળે તેવી શુભ કામનાઓ આપી હતી.વિદાય સમારંભ યોજાયો તે તસવીર

(12:04 pm IST)