Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

સુરેન્‍દ્રનગરમાં મુંબઇના કામદાર દંપતીને લૂંટી લેવાયુ

વઢવાણ,તા.૧ :  સુરેન્‍દ્રનગર શહેરમાં મુંબઈના દંપતિને લૂંટી લેવામાં આવ્‍યો  ત્‍યારે  એ ડિવિઝન પોલીસ મથકને જાણકારી આપવામાં આવતા તાત્‍કાલિક  ઘટના સ્‍થળ ઉપર પહોંચી છે   આ દંપતી ટ્રેનમાં ઉતરી અને હજુ જંકશન થી બહાર આવે તે પહેલા જ તેમને લૂંટી લેવામાં આવ્‍યા છે સુરેન્‍દ્રનગર શહેરમાં લૂંટની ઘટના એક માસમાં ચોથી વાર સામે આવી છે     હાલમાં તેમનું શું ગયું કેટલું ગયું અને લૂંટના આરોપીઓ કોણ છે તેની તપાસ ચાલુ છે  સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક એ ડિવિઝન પોલીસ મથકમાં મહિલા છે જેના બદલે અન્‍ય સીટીપીઆઈને મૂકે તેવી જનતા માંથી માંગણી ઉઠવા પામી છે.

(12:02 pm IST)