Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ભાવનગરમાં કોરોનાના ૯ કેસ નોંધાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧ : ભાવનગરમાં કોરોનાના વધુ ૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાંᅠ ૭ અને ભાવનગર ગ્રામ્‍યમાં ૨ કેસ નોંધાયા છે. ભાવનગર શહેર કે ભાવનગર ગ્રામ્‍યમાં કોઈ દર્દી ડિસ્‍ચાર્જ થયેલ નથી.

ભાવનગર શહેરમાં ૬ મહિલા અને ૨ પુરુષ કોરોના પોઝિટિવ થયા. શહેરના ખેડુતવાસ, પચાસવારીયા, જવાહર મેદાન, અનંતવાડી અનેᅠ કાલિયાબીડ વિસ્‍તારમાં કોરોનાના કુલ સાત કેસ નોંધાયા. જયારે ભાવનગર ગ્રામ્‍ય માં મહુવામાં એક વૃદ્ધને વરતેજ માં એક મહિલા ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવેલ છે.ભાવનગર જિલ્લામાં નવ કેસ નોંધાતા હવે ભાવનગરમાં કોરોનાના એક્‍ટીવ દર્દીઓની સંખ્‍યા ૮૭ થવા પામી છે.

(2:20 pm IST)