Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

દ્વારકામાં ઉંઘમાં અગાસી પરથી નીચે પટકાયેલા યુવાનનું મૃત્‍યુ

જામ ખંભાળિયા, તા.૧: દ્વારકા તાલુકાના ટુંપણી ગામે જામનગરના રહીશ એવા કિશોરગીરી મોતીગીરી ગોસાઈ નામના ૪૭ વર્ષના બાવાજી યુવાન રાત્રિના સમયે અગાસી ઉપર સુતા હોય, તેઓ ઊંઘમાં અગાસી પરથી નીચે પટકાતા તેમને માથાના ભાગે ગંભીર જાઓ થતા તેમનું કરુણ મૃત્‍યુ નીપજયું હતું. આ બનાવની જાણ ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી ગામના રહીશ બુધાભાઈ જેસાભાઈ મકવાણાએ દ્વારકા પોલીસને કરી છે.

સુરજકરાડીમાં રખડતો ભટકતો શખ્‍સ ઝડપાયો

સૂરજકરાડી ગામે રહેતા ભીખાભા સીદાભા માણેક નામના ૩૮ વર્ષના શખ્‍સને પોલીસે રાત્રિના સમયે દુકાનોના તાળા તપાસતો ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્‍ટની કલમ ૧૨૨(સી) મુજબ કાર્યવાહી કરી હતી.

પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી

ખંભાળિયામાં સલાયા ફાટક પાસેથી કેફી પીળું દીધેલી હાલતમાં હોન્‍ડા મોટરસાયકલ પર નીકળેલા અત્રે હરસિધ્‍ધિ નગર ખાતે રહેતા સંજય તેરશીભાઈ બારીયા નામના ૩૫ વર્ષના શખ્‍સને પોલીસે ઝડપી લીધો હતો.

દ્વારકાથી આશરે ત્રીસ કી.મી. દૂર કુરંગા ગામના પાટીયા પાસેથી પોલીસે ગત સાંજે કેફી પીણું પીધેલી હાલતમાં સ્‍વીફટ મોટરકારમાં નીકળેલા જીલુભા અરજણભા માણેક નામના ૨૭ વર્ષના શખ્‍સને ઝડપી લીધો હતો.

ઓખાના ગાંધી નગરી વિસ્‍તારમાં જકાતનાકા પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા વીસ હજારની કિંમતના સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મોટરસાયકલ પર નીકળેલા સૂરજકરાડીના રહીશ અમિત જીવાભાઈ વેગડા (ઉ.વ. ૨૬) ને સ્‍થાનિક પોલીસે ઝડપી લઇ, ગુનો નોંધ્‍યો હતો.

(11:58 am IST)