Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

લોધિકા પોસ્‍ટ ઓફિસનો વહીવટ ચાર દિવસથી બંધ લોકોમાં રોષની લાગણી : આંદોલનની ચિમકી

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા. ૧ : લોધીકા પોસ્‍ટ ઓફિસમાં ઘટતા સ્‍ટાફ ભરવાની અવાર-નવાર રજૂઆત કરવા છતાં પોસ્‍ટ ઓફિસમાં પૂરતો સ્‍ટાફ ફાડવામાં નહીં આવતા રોષ વ્‍યાપેલ છે

આ અંગે સામાજિક કાર્યકર્તા અશોકભાઈ વસોયા, ગૌરવ હંસોરા, મહેશભાઈ વાડોદરિયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ઘેટીયાની ફરિયાદ મુજબ લોધિકા પોસ્‍ટ ઓફિસમાં શહેર તથા આજુબાજુના ગામોના ગ્રાહકોના ખાતા હોવાથી તેમજ દૂરથી આવતા લોકોને પોસ્‍ટ ઓફિસમાં અપૂરતા સ્‍ટાફના પરિણામે ભારે હાલાકી ભોગવી પડે છે જેમાં છેલ્લા ઘણા સમયથી પોસ્‍ટ માસ્‍તરની જગ્‍યા ખાલી પડેલ છે હજુ સુધી નવા પોસ્‍ટ માસ્‍તર હાજર થયેલ ન હોય લોકોના કામ અટકી પડ્‍યા છે હાલ દૂર દૂરથી આવતા લોકોને લાંબી લાઈનો લાગે છે એક ક્‍લાર્ક આવે છે પરંતુ વહીવટી અનુભવ ન હોય તેમના કારણે લોકોના કામ થતાં નથી અત્રેᅠ ની પોસ્‍ટ ઓફિસમાં લોકો પોતાના ખાતાના કામે રજીસ્‍ટર એડી ગેસ બિલ બચત ખાતા બાબતે વગેરે કામકાજ માટે આવે છે.

તેમાં પણ છેલ્લા ચાર દિવસથી બિન અનુભવી ક્‍લાર્ક આવતા પોસ્‍ટની તમામ કામગીરી અટકી પડેલ છે લોકોને સમયસર પૈસા મળતા નથી ભારે હાલાકી ભોગવી રહા છે ઘણી રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી નહીં થતાં લોકો આંદોલનનો માર્ગ અપનાવવાનું વિચારી રહ્યા છે ત્‍યારે આ અંગે તંત્ર દ્વારા વહેલાસર યોગ્‍ય પગલા લેવા લોકોમાં માંગણી ઉઠવા પામી છે.

(11:57 am IST)