Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

વઢવાણ અને ચોકીમાં વિજળી પડતા ર ના મોત

લખતર તાલુકામાં ર અને ચુડામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો : ર૦ દિવસમાં વિજળીએ ૭ નો ભોગ લીધો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧ : સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ૨ દિવસ સુધી વરસાદ ન થતા ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત બની ગયા હતા.ત્યારે ગુરુવારે આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારો રહ્યો હતો. જ્યારે સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવવા સાથે પવનો સાથે કાળા વાદળો ઘેરાયા હતા.જેમાં લખતરમાં ગાજવીજ અને ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો.

વરસાદ શરૃ થતાં વીજળી ગુલ થઈ ગઈ હતી. તો શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો વરસાદ પહેલાં ભયંકર પવન ફૂંકાતા લોકોમાં ડર ફેલાયો હતો.જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં રાત્રે ૮ કલાક સુધીમાં લખતરમાં ૫૧, ચૂડામાં ૩૭, વઢવાણમાં ૧૩, સાયલામાં ૧૩ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ભારે પવનો અને વીજળી વચ્ચે વઢવાણ શીયાણી પોળ પોલીસ ચોકી પાસે વીજળી પડતા

રાજસ્થાનના વિક્રમભાઇ નારાયણભાઇ અને રાજસ્થાનના સાહિબા રામ થવજીભાઇ મોત થયું હતું. આ અંગ જાણ કરાતા ૧૦૮ ટીમના ઇએમટી આકાશભાઇ દસાડિયા અને પાઇલોટ મેહુલભાઇ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયા હતા.જ્યાં મૃતકને અને ઇજાગ્રસ્તને વઢવાણ સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૦ દિવસની અંદરમાં વીજળી પડવાના બનાવવામાં સાત વ્યકિતઓનો ભોગ લેવાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે લખતર તાલુકામાં કુદરતી વાવાઝોડું ફેલાયું હતું અને કુદરતી નજારા પણ જેવા જ રહ્યો જોવા મળ્યા હતા ત્યારબાદ પાટડી તાલુકામાં પણ આ જ રીતે વાવાઝોડું ફેલાયું હતું અને ત્યાં પણ આ જ રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે આ વખતે ઝાલાવાડમાં તોફાની ચોમાસુ અને વરસાદ સાથોસાથ માનવીઓના ભોગ પશુઓના પણ ભોગ આ વખતે શરૃઆત જ ચોમાસાની શરૃઆત અપશુકનિયાળ સાબિત થઈ રહી છે.

(11:56 am IST)