Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ઉના પાસે સામેથી પુરપાટ આવતા ટ્રકે બાઇકને હડફેટે લેતા મહિલાનું મૃત્‍યુ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧ :.. ઉના-ભાવનગર નેશનલ હાઇવે રોડ ઉપર ટ્રક ચાલકે પુરપાટ ટ્રક ચલાવીને મોટર સાયકલને હડફેટે લેતા મોટર સાયકલ પાછળ બેઠેલી મહિલાનું કમકમાટી ભર્યુ મૃત્‍યુ થયું હતું.

ઉના તાલુકાના ગરાળ ગામના કનુભાઇ ઉર્ફે કિશાભાઇ વેરીભાઇ ભાલીયા જાતે કોળી (ઉ.વ.પ૭) તેમની દિકરી ભાનુબેન અશોકભાઇ સોલંકી ઉ.વ.૩પ તથા તેની (ભાનુબેન) ની  દિકરી નિહારીકા (ઉ.વ.૪ માસ) ની ને મોટર સાયકલ નં. જીજે-૧૧-જેજે પપ૩પ ઉપર ઉના દિકરીને હોસ્‍પીટલમાં બતાવવા ત્‍થા કપાસનું બિયારણ ખરીદી કરવા ઉના આવેલ ખરીદી કરી પરત ગરાળ ગામે જતા હતા ત્‍યારે ઉનાથી પ કિ. મી. દુર ભાવનગર નેશનલ હાઇવે રોડ ઉપર હિરો મોઢેશ્વરી શોરૂમ પાસે બપોરે પહોંચતા સામેથી એક ટ્રક નં. જીજે-૦૩-બીકે ૦૦પ૪ ના ચાલકે બેદરકારી થી ચલાવી મોટર સાયકલને હડફેટે લેતા રોડ ઉપર પડી ગયા હતા અને ભાનુબેન અશોકભાઇ ટ્રકના વ્‍હીલ નીચે આવી જતા ઘટના સ્‍થળે કમકમાટી ભર્યુ  મૃત્‍યુ થયું હતું. બાઇક સવાર તથા ૪ માસની બાળકીને ઇજા થઇ હતી.

(11:56 am IST)