Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રામાં ભાવિકોની ભારે ભીડ

જય જગન્નાથ.... હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી... ના નાદ ગૂંજ્‍યા : ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત

અષાઢી બીજ ના રોજ ભાવનગર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્‍યાતિભવ્‍ય રથયાત્રાનો સવારે સુભાષનગર જગન્નાથજી મંદિર ખાતેથી ભારે હર્ષોલ્લાસ વાતાવરણમાં પ્રારંભ થયો હતો. જય જગન્નાથ, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી ,ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે  ના ગગનભેદી નારા સાથે રથયાત્રા તેના રૂપ ઉપર આગળ વધી રહી હતી  તેમ લોકો ઉમળકાભેર તેમનું સ્‍વાગત કરી રહ્યા હતા. લોખંડી પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે ભગવાનની રથયાત્રા શહેરના રાજમાર્ગો પ્રયાણ કરી રહી છે. ભાવેણું જગન્નાથજીના રંગે રંગાઇ ગયું છે.(તસ્‍વીર : મેઘના-વિપુલ હિરાણી)

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧: સૌરાષ્‍ટ્રની સૌથી મોટી અને અમદાવાદ પછી રાજ્‍યની બીજા ક્રમની અષાઢી બીજની ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્‍યાતિભવ્‍ય રથયાત્રા આજે સવારે ભાવનગર થી પ્રસ્‍થાન થઇ હતી. રથયાત્રા શહેરના ૧૮  કી.મી. રૂટ વિસ્‍તારોમાં ફરી મોડી સાંજે ધર્મસભામાં  ફેરવાશે.  રથયાત્રાને લઇ ભાવેણું કેસરિયા માહોલમાં ફેરવાયું છે. પોલીસના અભૂતપૂર્વ બંદોબસ્‍ત સાથે રથયાત્રા શહેરમાં ફરી રહી છે. રથયાત્રાને કારણે ભાવેણું કેસરિયા માહોલમાં ફેરવાયું છે

ભાવનગરમાં પરંપરા મુજબ અષાઢ સુદ બીજની ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્‍સવ સમિતિ ટ્રસ્‍ટ દ્વારા આ વર્ષે ૩૭ મી રથયાત્રા આજે   સવારે ૮.૦૦ કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈશ્રી બલરામજી અને બહેનશ્રી સુભદ્રાજીની મૂર્તિઓની  શાષાોકત વિધિથી સ્‍થાપના કરી પૂજા - અર્ચન કર્યા બાદ અને સંતો, મહંતો, મહામંડલેશ્વ૨ શ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં ભાવનગરના નેક નામદાર મહારાજા શ્રી વિજયરાજસિંહજી તથા યુવરાજશ્રી જયવીરસિંહજીના વરદ્‌ હસ્‍તે સોનાના ઝાડુથી  છેડાપોરા વિધિ તથા  પહિન્‍દ વિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્‍થાન કરાવવામાં આવી હતી. જય જય જગન્નાથ,હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી, ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે ના ગગનભેદી નાદ ગુંજી ઉઠ્‍યો હતો.

  રથયાત્રામાં ભગવાનના પ્રસાદરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩ ટન ચણાની પ્રસાદી નું વિતરણ કરવામાં આવ્‍યું હતું .  આ વર્ષે રથયાત્રામાં  મંત્રી જીતુભાઈ વાઘાણી,  પૂર્વ મંત્રીશ્રી વિભાવ૨ીબેન દવે,   પૂર્વ સાંસદશ્રી રાજેન્‍દ્રસિંહજી રાણા, મેયર  કિર્તીબેન દાણીધારીયા વિગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહયા હતા .

 રથયાત્રામાં જુદાજુદા આકર્ષણો માં જેમાં મીની ટ્રેઇન, વાંદરો, નાસિક - ઢોલ, તોપ, વિગેરે આકર્ષણો આ રથયાત્રામાં જોડાયા હતા . રથયાત્રાની આગળ આગળ તાત્‍કાલિક રંગોળીઓ બનાવવામાં આવી હતી. પોલીસ પોલીસ  . જેમ જેમ રથયાત્રા આગળ વધશે તેમ તેમ આગળના ચોકમાં રંગોળીઓ બનાવવામાં આવતી હતી, જે આ રથયાત્રાની વિશિષ્ટતા છે.

રથયાત્રામાં ૧૦૦ ઉપરાંત ટ્રક, ૫ જીપ, ૨૦ ટ્રેકટર, ૧૫ છકરડા, ૨ હાથી, ૬ ઘોડા, ૪ અખાડા, જુદી - જુદી રાસ મંડળીઓ જોડાઈ હતી આ ઉપરાંત તેમજ ગણેશ ક્રિડામંડળ દ્વારા જીમ્‍નાસ્‍ટીક, સ્‍કેટીંગના દાવો તથા બોડીબિલ્‍ડીંગ એસોસીએશન દ્વારા પ્રદર્શન કરવામાં આવેલ . સત્‍સંગ મંડળો, ડંકા, ઢોલ, ત્રાસા, નગારા, ડી.જે.સાઉન્‍ડ સિસ્‍ટમ ઉપર ભગવાનના ગુણગાન ગાતા ગીતો સાથે રથયાત્રામાં જોડાયા હતા.

રથયાત્રા  ભગવાનેશ્વર મહાદેવ અને શ્રી જગન્નાથજી મંદિર સુભાષનગ૨ થી સવારે ૮.૦૦ કલાકે પ્રસ્‍થાન થઈ મહિલા કોલેજ, આંબાવાડી, ઘોઘાસર્કલ, રૂપાણી સર્કલ, સ્‍વામિનારાયણ ગુરૂકુળ, સરદારનગર સર્કલ, પ્ર.પ્રિ.બ્ર.કુ. વિશ્વ વિદ્યાલય, લંબે હનુમાનજી, ઘોઘા જકાતનાકા, શિવાજી સર્કલ, ગાયત્રીનગર, દેવરાજનગર, ભરતનગર, સંતશ્રી સેનમહા ૨ાજ ચોક, માલધારી સોસાયટી, શિક્ષકનગર સોસાયટી, દેવુમાનું મંદિર, સિંધુનગર કેમ્‍પ, શ્રી ખોડિયાર માતાજીનું મંદિર, બહુચરાજીનું મંદિર, રામજી મંદિર, રૂવાપ ૨ી ગેટ, કળષ્‍ણેશ્વર મહાદેવ, શિવરામ રાજ્‍યગુરૂ ચોક, સ ૨ દા ૨ સ્‍મળતિ,  ગાયત્રી શક્‍તિપીઠ , શ્રી બહુચરાજી મંદિર ડાયમંડચોક, મહિલા કોલેજ, સુભાષનગર, શ્રી ભગવાનેશ્વર મહાદેવ અને શ્રી જગન્નાથજી મંદિરનાં પટ્ટાગણમાં ધર્મસભાના રૂપમાં ફે૨ વાશે . આ ધર્મસભાને પૂ.સંતો, મહંતો, પ.પૂ.શ્રી ગરીબરામબાપુ, પ.પૂ. શ્રી રામચંદ્રદાસજી, પ.પૂ. શ્રી ઓલીયાબાપુ તથા રથયાત્રા સમિતિના અધ્‍યક્ષશ્રી હરૂભાઈ ગોંડલિયા, શ્રી મનસુખભાઈ પંજવાણી વિગેરે સંબોધન કરશે.

 રથયાત્રાનું ઠેર ઠેર ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું અને રથયાત્રા જેમ જેમ આગળ વધતી હતી તેમ લોકો ઉમળકાભેર જૉડાયા હતા.

રથયાત્રાને લઈ પોલીસતંત્રદ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો. શહેરના સંવેદનશીલ વિસ્‍તારો લશ્‍કરી છાવણીમાં ફેરવાઇ ગયા હતા. રથયાત્રા બંદોબસ્‍ત મા એક બી.એસ.એફ. કંપની અને પાંચ એસ.આર.પી.ની કંપનીઓ,૩૪ ઘોડે સવાર,૧૨ એક્‍ઝિકયુટિવ મેજિસ્‍ટ્રેટ, ૪ ફાયર અને ૬ મેડિકલ ટીમ મળી તંત્રના કુલ ૪૭૦૦ વધારે લોકો જોડાયા હતા.

ભાવનગર રેન્‍જ આઇ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસવડા ડો રવિન્‍દ્ર પટેલ દ્વારા રથયાત્રા ઉપર સતત વોચ રાખવામાં આવી રહી હતી. પોલીસ તંત્ર કુલ ચાર ડ્રોન કેમેરા દ્વારા પણ રથયાત્રાની તમામ ગતિવિધિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

(11:55 am IST)