Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

લોધીકાના છાપરામાં કારખાનામાં ભડકો થતાં નવોઢા સેજલ દાઝી

મુળ એમપીની યુવતિ પતિ ભાવેશ સાથે લાકડાનો છોલ ભરતી હતી ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૧: લોધીકાના છાપરા ગામે રહેતી સેજલ ભાવેશ ડામોર (ઉ.૧૮) નામની નવોઢા ગત સાંજે પતિ ભાવેશ સાથે અક્ષર નામના કારખાનામાં લાકડાનો છોલ ભરવાનું કામ કરતી હતી ત્‍યારે એકાએક છોલમાં ભડકો થતાં દાઝી ગઇ હતી. તેના પતિ ભાવેશ સહિતે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. સેજલને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવી છે. તેણીના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા છે. પતિ-પત્‍નિ પંદર દિવસ પહેલા જ અહિ કામ કરવા આવ્‍યા છે.

 

(11:54 am IST)