Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જામજોધપુરના રસ્‍તા રીપેર કરવા ધારાસભ્‍યની માંગ

જામજોધપુર, તા. ૧ : તાલુકાના સીદસર ગામે મેજર બ્રિજનું કામ ઘણા સમયથી ચાલુ છે જેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કામ પૂર્ણ થયેલ નથી તેમજ વ્‍યવસ્‍થાના ભાગરૂપે નદી પર કોઝવે બનાવવામાં આવેલ છે જે ગત ચોમાસામાં સંર્પુણપણે ધોવાય ગયો હતો જેને ફરી બનાવામાં ઘણો સમય લાગ્‍યો હતો. જેથી રાહદારી વાહનચાલકોને ભારે મુશ્‍કેલી વેઠવી પડી હતી.

 આ રસ્‍તો જામનગર, સીદસર, પાનેલી, ઉપલેટા થઈ રાજકોટ જવાનો મુખ્‍ય રસ્‍તા હોવાથી ચોમાસામાં પુર આવતા  રસ્‍તો ફરી તણાઇ જવાની ભીતી હોવાથી  વાહન વ્‍યવહાર ખોરવાઈ ન જાય તે માટે સીદસર મંદીર તરફથી પુલ પાસેનો કાચો માર્ગ આગામી વરસાદ પહેલા વ્‍યવસ્‍થિત કરવા સુચના આપવા તેમજ મેજર બ્રિજનું કામ સમયસર અને વ્‍યવસ્‍થીતપણે પુર્ણ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ ધ્રાફાથી વાલાસણ તરફનો રસ્‍તો  અતિ બિસ્‍માર હાલતમાં છે જેની  તાત્‍કાલીત મરામત કરવા અંગે જામજોધપુરના ધારાસભ્‍ય ચિરાગભાઈ કાલરીયાએ ચોમાસા પહેલા આ રસ્‍તાઓનું મરામતનું કામ થાય તેવી માંગ માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીને પત્ર લખી કરી હતી.

(11:54 am IST)