Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ-મુસ્લીમ આગેવાનોની બેઠક

ધ્રોલ, તા., ૩૦:  ધ્રોલ ખાતે પોલીસ સ્ટેશન શાંતી સમીતીની એક મીટીંગ ડીવાયએસપી જે.એસ.ચાવડા તથા પીએસઆઇ એમ.આર.સવસેટાની હાજરીમાં યોજવામાં આવેલ. આ પ્રસંગે તા.૧-૭-રરના રોજ અષાઢી બીજના રોજ ધ્રોલ શહેરમાં નીકળતી રથયાત્રા પ્રસંગે શાંતી જળવાઇ રહે તે અંગે શહેરના હિંદુ-મુસ્લીમ આગેવાનો સમક્ષ રજુઆત કરવામાં આવેલ હતી.

આ પ્રસંગે હિંદુ સમાજના દરેક જ્ઞાતીના  આગેવાનો તથા મુસ્લીમ સમાજના તેમની દરેક જમાતના આગેવાનોએ હાજરી આપી હતી. આ તકે આઇબીના પોલીસ જમાદાર કનુભાઇ પરમાર સહીત પોલીસ કર્મચારી ઉપસ્થિત હતા.

(11:53 am IST)