Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જૂનાગઢ નોબલ હાઇસ્‍કુલના વિદ્યાર્થીઓનો સન્‍માન સમારોહ

જુનાગઢ એગ્રીકલચર ઓડીટોરીયમ ખાતે નોબલ હાઇસ્‍કૂલના વિદ્યાર્થીઓનો સન્‍માન સમારોહ યોજાયો હતો જેમાં ધો.૧૦ -૧૨ના બોર્ડ ટોપ ટેનમાં સ્‍થાન મેળવનાર તથા  ૮૦% કે તેથી વધુ ગુણ પ્રાપ્‍ત કરનાર ૧૬૩ વિદ્યાર્થીઓનું સન્‍માન કરાયુ હતું. જેમાં  ધો. ૧૦માં ૪ વિદ્યાથીઓ બોર્ડમાં ટોપ ટેનમાં , ૧૯ વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ તથા ૫૦ વિદ્યાર્થીઓને એ-ટુ ગ્રેડ મળેલ હતો. ઉપરાંત ધો૧૨ કોમર્સમાં  ૧૦માં ક્રમે તેમજ ૬ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવતા શાળાનું ધો. ૧૦નું પરિણામ ૯૭.૭૨ % અને ધો. ૧૨નું પરિણામ ૯૫.૧૨ % આવ્‍યુ હતુ. જે બદલ બોર્ડ ટોપ ૧૦માં આવેલા વિદ્યાર્થીઓને રૂા. ૧૦હજારના સિલ્‍વર મેડલ અપાયા હતા તથા શાળા સાંલક કે.ડી. પંડયા, સહસંચાલક સિધ્‍ધાર્થભાઇ પંડયા તથા ખ્‍યાતીબેન પંડયા ,પ્રિન્‍સીપાલ રેખાબેન ઓડેદરા અને સમગ્ર નોબલ પરિવારે વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહીત કર્યા હતા.(અહેવાલ : વિનુ જોષી,તસ્‍વીર :  મુકેશ  વાઘેલા જૂનાગઢ)

(11:50 am IST)