Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ગાંજાનો આરોપી માલેગાંઉ ખાતેથી ઝડપાઇ ગયો

જામનગર,તા. ૧ : સીટી ‘બી' ડીવીઝન પોલીસ સ્‍ટેશન, જામનગરના બી-પોર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૯૨૨૦૪૮૬/૨૦૨૨ એન.ડી.પી.એસ. એકટની કલમ ૮ (સી) ૨૦ (બી), ૨૯ મુજબના ગુનાના કામેના નાસતા ફરતા આરોપી હમીદ ઉર્ફે જીણો જુસબભાઇ સાટી પીંજારા (ઉવ. ૨૭) રહે. ધરાનગર-૨, જામનગર વાળો ઘણા સમયથી આ ગુનામાં નાસતા ફરતા હોય જેથી તપાસ કરતા મજકુર આરોપી પોતાના સસરાના ગામે માલેગાંવ મહરાષ્‍ટ્ર ખાતે હોવાની માહિતી મળેલ હોય જેથી એસ.ઓ.જી. સ્‍ટાફના પોલીસ હેડ કોન્‍સ. અરજણભાઇ કોડીયાતર તથા મયુદીનભાઇ સૈયદ તથા રમેશભાઇ ચાવડા તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે સ્‍ટાફના માણસો માલેગાંઉ ખાતે જઇ સ્‍થાનિક પોલીસની મદદ મેળવી મજકુર આરોપીને પકડી પાડી જામનગર ખાતે લઇ આવી સીટી ‘બી' ડીવીઝન પોલીસ સ્‍ટેશનને કાર્યવાહી કરવા માટે સોંપી આપેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. આર.વી.વીંછી દ્વારા કરવામાં આવેલ છે.

(11:48 am IST)