Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

વાડોદર ડિસ્‍ટ્રીક બેંક શાખાનો કેશીયર વિકાસ લાખાણી ખાતેદારોના ૭૧.૪૩ ચાંઉ કરી ગયો

ખાતેદારોના ચેકમાં ખોટી સહી કરી રૂપીયા ઉપાડી લીધા તેમજ બેંકમાં રૂપીયા જમા કરાવવા આવતા ખાતેદારોના રૂપીયા બેંકમાં જમા કરાવાને બદલે ખિસ્‍સામાં નાખી દીધાઃ કેશીયર વિકાસને પાટણવાવ પોલીસે દબોચ્‍યો

રાજકોટ, તા., ૧: ધોરાજીના વાડોદર ગામે રાજકોટ ડિસ્‍ટ્રીકટ કો.ઓ. બેંકનો કેશીયર  ખાતેદારોના ૭૧.૪૩ લાખની રકમ ચાંઉ કરી જતા પોલીસમાં ફરીયાદ થઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજી ડિસ્‍ટ્રીક કો.ઓ.બેંક મુખ્‍યશાખામાં નોકરી કરતા ગોપાલભાઇ ભીખાભાઇ રાદડીયાએ  વાડોદર ગામની રાજકોટ  ડિસ્‍ટ્રીકટ કો.ઓ.બેંકના કેશીયર વિકાસ રતીલાલ લાખાણી (રહે. ધોરાજી, ક્રિષ્‍ના સ્‍કુલ પાસે) સામે પાટણવાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ વાડોદર ડિસ્‍ટ્રીકટ બેંકની શાખામાં કેશીયર તરીકે ફરજ બજાવતા વિકાસ લાખાણીએ બેંકના ખાતા ધારકો પાસેથી ચેકો મેળવી લઇ આ ચેકોમાં ભોગ બનનાર બેંક ખાતા ધારકોની ખોટી સહીઓ કરી ખોટો દસ્‍તાવેજ બનાવી  આ દસ્‍તાવેજ બનાવટી હોવાનું જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી બેંક ખાતેદારોના ખાતામાંથી રૂપીયા ઉપાડી લીધા હતા.
તેમજ કેશીયર વિકાસ લાખાણીએ બેંકમાં રૂપીયા જમા કરાવવા આવતા ગ્રાહકોની જમા સ્‍લીપ ભરી પાસબુકમાં એન્‍ટ્રી કરી તે નાણા બેંકમાં જમા કરાવવાના બદલે પોતાના ખિસ્‍સામાં નાખી દેતો હતો અને બેંકના રેકર્ડમાં એન્‍ટ્રી ડીલીટ કરી નાખી બેંક તથા ગ્રાહકો સાથે છેતરપીંડી કરી જમા સ્‍લીપનું કાઉન્‍ટર ગ્રાહકોને આપી અને એલએલ ચેક મારફતે ગ્રાહકની ખોટી સહી કરી ખોટા દસ્‍તાવેજ બનાી તેનો ખરા તરીકે ઉપયોગ કરી બેંકમાંથી રૂપીયા ઉપાડી લીધા હતા. કેશીયર વિકાસ લાખાણીએ વાડોદર બેંક શાખાના ર૦ થી વધુ ખાતેદારોના ૭૧,૪૩,પ૬પ રોકડ રકમની ઉચાપત કરી હતી. આ ફરીયાદ અન્‍વયે પાટણવાવ પોલીસે કેશીયર વિકાસ લાખાણી સામે આઇપીસી કલમ ૪૦૬, ૪૦૮, ૪૦૯, ૪ર૦,  ૪૬પ, ૪૬૭, ૪૬૮ તથા ૪૭૧ મુજબ ગુન્‍હો દાખલ કર્યો હતો. પાટણવાવના પીએસઆઇ ગુજભા ઝાલાએ લાખોની ઉચાપત કરનાર બેંકના કેશીયર વિકાસ લાખાણીને દબોચી લઇ પુછતાછ હાથ ધરી છે.

 

(11:30 am IST)