Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રાઘવજીભાઇ પટેલ બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

૭ ગામોમાં વિવિધ કામોના ખાતમુહૂર્ત શોભાયાત્રામાં હાજરી અને લોકસંપર્ક યોજશે

જામનગર તા.૧: રાજયના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તા.૧ અને તા.૨ જુલાઇના રોજ જામનગર જિલ્લાના પ્રવાસે છે. તા.૧ જુલાઇના રોજ કૃષિમંત્રીશ્રી સવારે મોટા ગરેડિયા ચેકડેમનું ખતમુહૂર્ત, માનસર ખાતે ખારવા-હમાપર-જાળિયાદેવાણી રોડના ખાતમુહૂર્ત  ત્‍યારબાદ બપોરે જામનગર ગુર્જર સુતાર જ્ઞાતિ વિશ્વકર્મા મંદિર, પંચેશ્વર ટાવર ખાતે અષાઢીબીજ નિમિતે શ્રી મચ્‍છુ માતાજીની શોભાયાત્રા મહોત્‍સવમાં હાજરી પછી સર્કિટ હાઉસ ખાતે મંત્રીશ્રી જિલ્લાના લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે. 

શનિવારના રોજ મંત્રીશ્રી સવારે ૯ કલાકે પીઠડ ખાતે લતીપુર-પીઠડ રોડના રિકાર્પેટિંગ કામના શુભારંભમાં, સવારે ૧૦ કલાકે બાલંભા, શાંતિનગર ખાતે કોસ્‍ટલ હાઇવેથી શાંતિનગર રિકાર્પેટિંગના કામના શુભારંભ પ્રસંગે હાજરી આપશે. સવારે ૧૧ કલાકે બાદનપર ખાતે કોસ્‍ટલ હાઇવેથી ચારધામ પાટિયા-બાદનપર પાટિયા સુધીના સી. સી. રોડનું ખાતમુહૂર્ત કરશે. સાંજે ૪ કલાકે પસાયામાં સિંચાઇના કામોના ખાતમુહૂર્ત અને સાંજે ૬ કલાકે મેડીમાં સિંચાઇના તળાવનું ખતમુહૂર્ત કરશે. 

(10:31 am IST)