Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મુખ્ય સચિવ પંકજ કુમાર કચ્છની સરહદ ડેરીના નવા બની રહેલા પ્લાન્ટની મુલાકાતે

ચેરમેન વલમજી હુંબલે સરહદ ડેરીની કામગીરી, પ્રગતિ અને ભવિષ્યના આયોજન વિશે માહિતી આપી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : રાજ્યના મુખ્ય સચિવશ્રી પંકજ કુમારે કચ્છના અંજાર તા.ના ચાંદરાણી ખાતે સરહદ ડેરીના નવનિર્મિત પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેઓએ આ પ્લાન્ટના વિવિધ અત્યાધુનિક મશીનરી વિશે વિગતો સાથે જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમ્યાન સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે કચ્છના ગ્રામીણ વિસ્તારો સુધી વિસ્તરેલા સરહદ ડેરીના કાર્યક્ષેત્ર વિશે માહિતી આપી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, સરહદ ડેરીના માધ્યમ થકી કચ્છના પશુપાલકોની આર્થિક આવકમાં વધારો થયો છે. મુખ્ય સચિવશ્રીએ કચ્છના વિકાસમાં સહભાગી બનનાર સરહદ ડેરી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે જિલ્લા કલેકટર શ્રી પ્રવિણા ડી.કે, અંજાર પ્રાંત અધિકારી શ્રી મેહુલ દેસાઈ, નખત્રાણા પ્રાંત અધિકારી શ્રી મેહુલ બરાસરા, માર્ગ અને મકાન કાર્યપાલક ઇજનેર શ્રી વી.એન.વાઘેલા,  અંજાર મામલતદાર શ્રી અફઝલ મંડોરી સહિત અધિકારીશ્રીઓ, સરહદ ડેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:21 am IST)