Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

વડિયાના મોટા ઉજળાની પ્રાથમિક શાળાના ૬ રૂમ તથા કમ્‍પાઉન્‍ડ હોલ માટે રૂા. ૪૫ લાખ મંજુર કરાવતા પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ

વડિયા તા.૧: અમરેલી જિલ્લાના છેવાડાના એવા વડીયા તાલુકાના મોટા ઉજળા ગામની પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતા બાળકોને ક્‍લાસરૂમ અને કમ્‍પાઉન્‍ડ હોલના ન હોવાના કારણે ખૂબ જ મુશ્‍કેલી થતી હોય આ બાબતે ગામના આગેવાનોએ પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડને રજૂઆત કરેલ હતી.

આ રજૂઆતને બાવકુભાઈ ઉંધાડે ગંભીર ગણી ગાંધીનગર રૂબરૂ જઈ સંબંધિત વિભાગમાં આ બાબતે ઝડપથી કાર્યવાહી કરવા ભલામણ કરેલ. અને બાવકુભાઈ ઉંધાડની રજૂઆત સફળ રહી. ગુજરાત સરકાર દ્વારા વડિયા તાલુકાના મોટા ઉજળા ગામની પ્રાથમિક શાળામાંᅠ ૬ ક્‍લાસરૂમ અને કમ્‍પાઉન્‍ડ હોલ માટે રૂપિયા ૪૫ લાખ મંજુર કરવામાં આવેલ છે. અને આ કામ માટે નું ટેન્‍ડર પણ બહાર પડી ગયેલ છે. અને આગળની કાર્યવાહી પણ ઝડપથી પૂર્ણ કરવા બાવકુભાઈ ઉંધાડે તાકીદ કરી છે.

પ્રાથમિક શાળાના ૬ ક્‍લાસરૂમ અને કમ્‍પાઉન્‍ડ વોલ બનાવવા માટે રૂપિયા ૪૫ લાખ મંજુર કરાવતા પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડનો વિપુલભાઈ ખીમાણી, વિનુભાઈ લુણાગરિયા, જયાબેન ખીમાણી, જગદીશભાઈ ગજેરા, સુરેશભાઈ ગોસાઈ, વિપુલભાઈ ઢોલરીયા, અરવિંદભાઈ ભાડ, ભાવેશભાઈ અમરેલીયા, જયંતીભાઈ ચૌહાણ, ઈકબાલભાઈ ધંધુકિયા તેમજ ગ્રામ પંચાયતના સદસ્‍યો અને ગામલોકોએ બાવકુભાઈ ઉંધાડનો આભાર માન્‍યો હતો. 

(10:10 am IST)