Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

અગ્રણીની બાતમીથી જૂનાગઢનાં પ્‍લાસવામાંથી ૨૦ પેટી દારૂ કબ્‍જે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૧ : અગ્રણીની બાતમીથી જૂનાગઢના પ્‍લાસવા ગામમાંથી પોલીસે ૨૦ પેટી દારૂ કબ્‍જે કર્યો હોવાનું જાણવા મળેલ છે.

જૂનાગઢ તાલુકાનાં પ્‍લાસવા ગામે પટેલ સમાજ નજીક આવેલ સિમેન્‍ટના પતરાવાળી ઓરડીમાં વિદેશી દારૂ ઉતારવામાં આવ્‍યો હોવાની માહિતી ગામના આગેવાન ભરતભાઇ સીદપરાને જૂનાગઢ તાલુકા પોલીસને આપી હતી.

આ બાતમીના આધારે પી.એસ.આઇ પી.વી.ધોકડીયા વગેરેએ રેડ પાડીને આરોડીમાંથી રૂા. ૯૫ હજારની કિંમતનો ૨૦ પેટ (૨૩૮ બોટલ) દારૂનો જથ્‍થો અને બાઇક કબ્‍જે કર્યું હતું.

આ બારામાં પાદરીયાનો મેરામણ ઉર્ફે મેરો રાણા મોરી સામે કાર્યવાહી કરી શ્રી ધોકડીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

(10:10 am IST)