Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

જામનગરમાં શુક્રવારે હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઈક રેલી સાથેની શોભાયાત્રાનું ભવ્ય આયોજન

છત્રપતિ શિવાજી મહારાજના ૩૫૦માં રાજયાભિષેકની ઉજવણીના ભાગરૂપે શહેરના માર્ગો પર બાઈક રેલી યોજાશે

 જામનગર:જામનગર શહેરમાં શિવાજી મહારાજ સમિતિ દ્વારા શુક્રવાર તારીખ ૨.૬.૩૦૨૩ને દિવસે હિન્દુ સામ્રાજ્ય દિવસ ની ઉજવણીના ભાગરૂપે વિશાળ બાઈક રેલી સાથેની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા હિન્દુ સંગઠનના ૩૫૦ થી વધુ યુવાનો પોતાના બાઈક સાથે આ રેલીમાં જોડાશે, અને નગર ભ્રમણ કરશે.

 જેની સાથે સાથે શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો રથ અને ઘોડેશ્વાર પણ જોડવામાં આવશે.
 ભારતના મહાન સપૂત અને હિન્દુ સામ્રાજ્ય ના શૂરવીર પ્રણેતા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના ૩૫૦ માં રાજ્યાભિષેક દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર શહેરમાં બાઈક રેલી સાથેની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.
આવતી કાલે શુક્રવાર તારીખ ૨ જુન ૨૦૨૩ ના દિવસે સમગ્ર દેશભરમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ તરીકે ઉજવણી થાય છે, ત્યારે જામનગર શહેરમાં પણ વિશેષ રૂપે ઉજવણી કરવાના ભાગરૂપે વિશાળ બાઈક રેલી સાથેની શોભાયાત્રા નું  આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં શિવાજી મહારાજ સમિતિ દ્વારા યોજાનારી શોભાયાત્રા કાલાવડ નાકા બહાર બાલનાથ મહાદેવના મંદિરેથી શુક્રવારે બપોરે ૪.૦૦ વાગ્યે પ્રસ્થાન થશે, જે મહાકાલ ચોક, શ્રીરામ ચોક, રાજપાર્ક થઈ ગુલાબનગર, રામવાડી, મોહન નગર અને ઓમ રેસીડેન્સી આવાસ પાસે પૂર્ણ થશે.
 આ વિશાળ બાઈક રેલી સાથેની શોભાયાત્રામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો ફલોટ્સ તૈયાર કરાશે, સાથે સાથે  ઘોડેશ્વર પણ જોડાશે. ઉપરાંત ૩૫૦ થી વધુ હિન્દુ સમાજના તરવરીયા યુવાનો પોતાના બાઈક સાથે જોડાશે, અને ડી.જે.ના સથવારે નગર ભ્રમણ કરશે.
 આ શોભાયાત્રામાં જોડાવા માટે શિવાજી મહારાજ સમિતિના જયભાઈ નડીયાપરા(૮૨૦૦૫ ૮૭૬૮૫) તેમજ યશભાઈ ગોહિલ(૮૪૬૦૪ ૬૬૯૬૫) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે

(1:07 am IST)