Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

ગારીયાધાર ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સફાઈ કામદારોનું સંમેલન યોજાયું હતું

-લઘુત્તમ વેતન, ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ બાબતે યોજાયું સંમેલન

ગારીયાધાર ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સફાઈ કામદારોનું સંમેલન તા.29 /5/23 ને સોમવારે રોય વાડી ખાતે યોજાયું હતું જેમાં દલિતોના આગેવાન ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા.

   આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન જીગ્નેશભાઈ મેવાણીએ સફાઈ કામદારો બાબતે સરકાર દ્વારા થતા શોષણ સામે વિધાનસભામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું તેમજ ફિક્સ પગાર,લઘુત્તમ વેતન,કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને સમયસર પગાર ન થવા હોવાના મામલે ઉગ્ર રજૂઆતો અને કાર્યક્રમો આગામી સમયમાં યોજાતા રહેશે તેમણે જણાવ્યું હતું.

 આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, સુધીરભાઈ વાઘાણી ,દલિત સમાજના માવજીભાઈ સરવૈયા,જયંતીભાઈ નૈયા,દિનેશભાઈ વણઝારા સહિત સમગ્ર જિલ્લામાંથી સફાઈ કામદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:00 am IST)