Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

વેગડવાવના તલાટી એલ.એ ઠોરિયાને ઘુનડા(સ) પંચાયતનું નાણાકીય રેકોર્ડ ગુમ કરતા ફરજ મોકુફ કરાયા

મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ મોરબી તાલુકા વિકાસ અધિકારીને તલાટી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા અધિકૃત કર્યા

મોરબી:જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા દ્વારા અગાઉ ઘુનડા(સ) ગામના તલાટી એલ.એ. ઠોરીયાની બદલી હળવદ તાલુકાના વેગડવાવ ગામે કરવામાં આવી હતી. તેમના હસ્તકનો ગામનો હવાલો તલાટી-મંત્રી એમ.એ.દેથરીયાને સોંપવાનો હુકમ કરવામાં આવ્યો હતો.  એલ.એ. ઠોરીયાએ ઘુનડા(સ) અને આદેપર ગ્રામ પંચાયતનું પૂરું રેકર્ડ એમ.એ.દેથરીયાને ન સોંપતા મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ મોરબી તાલુકા વિકાસ અધિકારીને ટીમ બનાવી રૂબરૂ ચકાસણી કરી સ્પષ્ટ અભિપ્રાય આપવા જણાવ્યું હતું.

મોરબી તાલુકા વિકાસ અધિકારીએ ઘુનડા(સ) અને અદેપર ગામનું નાણાકીય રેકોર્ડ એલ.એ. ઠોરીયાએ ગુમ કરેલ છે તેમ જણાવતા  એલ.એ. ઠોરીયાને વેગડવાવ ગ્રામ પંચાયત ખાતેથી ફરજ મોકુફ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે ઉપરાંત તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા મોરબી તાલુકા વિકાસ અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે.

(12:50 am IST)