Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રાજકોટ જીલ્લામાં આજે કુલ ૨૦૨૦ લોકોને રસી અપાઈ : ૬૦ વર્ષથી વધુ ઉંમરનાં ર૦૦૪ અને ૪પ થી 59 વર્ષના 16 લોકોએ કોરોનાની રસી લીધી : કોઈને આડઅસર નથી

રાજકોટ : કોરોના સંક્રમણથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા હવેથી ત્રીજા તબક્કામાં 60 વર્ષથી ઉપરના તથા 1-1 -2022 સુધીમાં જેમને 60 વર્ષ પુરા થવાના છે તેવા તમામ લોકો અને 45 વર્ષથી 59 વર્ષ સુધીના લોકો કે જેમને સરકાર દ્વારા નક્કી કરેલ 20 જાતની બીમારી છે તેવા કોમોરબીડીટી ધરાવતા લોકો બીમારી અંગેનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાથી વેક્સીન આપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે

 ગ્રામ્ય વિસ્તારના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 12 સામુહિક આરોગ્ય કેન્દ્રો અને 5 સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે મફત વેક્સીન આપવામાં આવી રહી છે, જયારે સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જોડાયેલ પ્રાઇવેટ હોસ્પિટલમાં 100 રૂપિયા સર્વિસ ચાર્જ અને 150 રૂપિયા વેક્સિનનો ચાર્જ એમ કુલ 250 રૂપિયા વેક્સીન આપવામાં આવી રહી છે ,

  આજ રોજ જિલ્લામાં સાંજે 6 વાગ્યા સુધીમાં 2020 લોકોએ લાભ લીધો છે ,આ વેક્સીન મેળવવા લાભાર્થીઓએ સરકારની કોવીન એપ, આરોગ્ય સેતુ એપ થકી પોતાનું નામ રજીસ્ટર કરાવવાનું રહેશે જો અગાઉ નામ રજીસ્ટર કરાવેલ ના હોય તો પણ રૂબરૂ સ્થળ પર પોતાની ઓળખના આધારો જેમ કે આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, કે સરકાર દ્વારા અપાયેલ કોઈપણ ઓળખકાર્ડની કોપી આપવાથી તેમનું રજીસ્ટ્રેશન થઇ શકશે, રજિસ્ટટ્રેશન થાય એ અંગેનો મેસેજ આવશેત્યારબાદ જે તે સંસ્થા દ્વારા જણાવવામાં આવે તે દિવસે વેક્સીન લેવાનો મેસેજ આવે તે દિવસે  વેક્સીન લઇ શકાશે

(11:50 pm IST)