Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રાજુલાઃ માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ

રાજકોટઃ રાજુલા ખાતે આવેલી જી. એમ.બી. પોલીટેકનિક ખાતે માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ યોજાઈ ગયો. ધો.૧૦ પછી ડિપ્લોમા એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમાં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓ દ્વારા તેમના માતાપિતા તેમજ કોલેજના શિક્ષકગણોનું શાસ્ત્રોકત વિધિ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. આશરે ૧૨૦થી વધારે વાલીગણ તેમજ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સંસ્થાના આચાર્ય પ્રો. (ડો.) કલ્પેશ વન્ડરા તેમજ કોલેજના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન સરકારશ્રીની કોરોનાની ગાઈડલાઈન મુજબ કરવામાં આવેલું હતું.

(1:33 pm IST)