Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ધી જૂનાગઢ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. જૂનાગઢમાં નવનિયુકતી હોદ્દેદારોનો પરિચય તથા સન્‍માન સમારંભ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧ : ધી જૂનાગઢ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. જૂનાગઢની સને ૨૦૨૨-૨૩થી સને ૨૦૨૭-૨૮નાં વર્ષમાં પદાધિકારી તરીકે બિનહરીફ થયેલ ચેરમેન સાગરભાઇ ડોલરભાઇ કોટેચા તેમજ વાઇસ ચેરમેન વિજયસિંહ મહિપતસિંહ રાયજાદા કેશોદ તથા મેનેજીંગ ડીરેકટર તરીકે જયોતિષભાઇ માંકડનો સત્‍કાર સમારંભ યોજાયો હતો.

ચેરમેન સાગરભાઇ કોટેચાએ અમદાવાદની પ્રતિષ્‍ઠિત ધી અમદાવાદ ડીસ્‍ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. અમદાવાદમાં સીનીયર મેનેજરનાં ઉચ્‍ચ હોદા પર છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા. તેમનો બહોળો અનુભવ બેંકના સભાસદો, થાપણદરો, ધિરાણદારો તેમજ ગ્રાહકોને આધુનિક કોમ્‍પ્‍યુટાઇઝ બેન્‍કીંગ કાર્યો વડે અવિરત મળતો રહેશે.

આ તકે શ્રી સાગરભાઇ કોટેચાએ બોર્ડ તથા કર્મચારીઓના સમન્‍વયથી બેંક પ્રગતિના ઉચ્‍ચ શિખરો સર કરશે. તેવી આશા અને વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.

નવનિયુકત ડાયરેકટર્સના અભિવાદન કાર્યક્રમમાં કર્મચારી મિત્રો, શુભેચ્‍છકો હાજર રહી શ્રી સાગરભાઇ કોટેચાને શુભેચ્‍છા પાઠવેલ. જ્‍યારે બેંકના સીઇઓ શ્રી રાજેશ મારડીયાએ બેંકની વણથંભી ઉત્તરોતર પ્રગતિથી માહિતગાર કરી આભાર વ્‍યકત કરેલ હતો. 

(1:49 pm IST)