Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

જુનાગઢ શ્રી વિશ્વકર્મા સમાજ ગિરનાર દરવાજા ખાતે વિશ્વકર્મા દાદાની જન્‍મ જયંતી ઉજવાશે

(વિનુ જોષી દ્વારા)જુનાગઢ તા. ૧:  શ્રી વિશ્વકર્મા ભગવાનનું ભવ્‍ય મંદિર તથા સમાજ આવેલ છે.  આ સમાજ ગુર્જર સુથાર સમાજ તરીકે ઓળખાય છે.  સમાજ દ્વારા જન્‍માષ્ટમી, શિવરાત્રી અને દિવાળીથી પરિક્રમા દરમિયાન પૂનમ સુધી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે.  અને યાત્રાળુ માટે ઉતારાવની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે.

 અન્‍ય પ્રવળત્તિઓમાં સમૂહ લગ્ન, આદર્શ લગ્ન, વિદ્યાર્થી સન્‍માન સમારોહ, ઇનામ વિતરણ,  શ્રી વિશ્વકર્મા દાદાની જન્‍મ જયંતીની ઉજવણી જેવા અન્‍ય સમાજના કાર્યક્રમો આયોજન કરવામાં આવે છે. ૩જી ફેબ્રુઆરી ને શુક્રવાર એટલે કે સળષ્ટિના સર્જનહાર જેનો દરેક શાષાો પુરાણમાં ઉલ્લેખ છે તેવા શ્રી ગુર્જર સુથાર સમાજ પરિવારના ઇષ્ટદેવ એવા શ્રી વિશ્વકર્મા દાદાની જન્‍મ જયંતી આ દિવસે જુનાગઢ તાલુકા,  શહેરો , ગામડાથી આશરે ૧૫૦૦થી પણ વધારે સમાજ એકત્રિત થઈને દાદાની જન્‍મ જયંતી અને મહા મહોત્‍સવ ઉજવાશે.

શ્રી વિશ્વકર્મા ભગવાન જન્‍મ જયંતીના આ દિવસે સવારે પૂજન અર્ચન, મંદિરે ધ્‍વજારોહણ સવારે ૯:૩૦ થી રથયાત્રા તેમજ સમાજની સાધારણ સભા,  બપોરે સમૂહ ભોજન, સાંસ્‍કળતિક કાર્યક્રમ વગેરે કાર્યક્રમો સાથે વિશ્વકર્મા જયંતી ધામધૂમથી  ઉજવવામાં આવશે. આ દિવસે સમસ્‍ત ગુર્જર સમાજના પરિવાર સમાજને સહ પરિવાર ઉત્‍સવમાં જોડાવા અનુરોધ કરાયો છે.

સાંસ્‍કળતિક કાર્યક્રમમાં પર્સનલ આર્ટ્‍સ એટલે કે ડાન્‍સ, કોથળા દોડ, લીંબુ ચમચી દોડ, મ્‍યુઝિકલ ચેર જેવા કાર્યક્રમોમાં બાળકો ભાગ લઈ શકશે.  ભાગ લેવા માટે બાળકોએ ૩૦મી જાન્‍યુઆરી સુધીમાં નામ નોંધાવવા સુનિલભાઈ પંચાસરા મોબાઈલ ૯૪૨૮૨ ૪૦૬૯૭ તેમજ મેહુલ વડગામા મોબાઈલ ૭૯૯૦૧૮૬ ૮૬૨૯૮ તેમજ વધુ માહિતી માટે શ્રી વિશ્વકર્મા સમાજ ગુર્જર સુથાર જ્ઞાતિ ગિરનાર દરવાજા જૂનાગઢના પ્રમુખ રાજેશભાઈ કરગથરા મોબાઈલ ૮ ૦૦૦૦ ૫૫૮૬૬, મંત્રી વિનુભાઈ સીતાપરા તેમજ ઉપપ્રમુખ કનુભાઈ સીતાપરાનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

(11:52 am IST)