Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

વંથલીના ગાદોઇ ટોલનાકા પાસે કાર સળગતા ભાઇ-બેનનો બચાવ સવારની ઘટનાથી ટ્રાફીક જામ થયો

જુનાગઢ તા.૧ : વંથલીના ગાદોઇ ટોલનાકા પાસે આજે સવારે કાર સળગી ઉઠી હતી જોકે કારમાં સવાર ભાઇ-બેનનો બચાવ થયો હતો. આ અંગેની વિતો એવી છે. કે, જુનાગઢ જોશીપુરા રહેતા કરણ હરેશભાઇ જેસવાણી તેમના બેન સાથે મારૂતિ ગેસ કાર નં. જી.જે. ૦૭-૮૦૮૯માં બેસીને સોમનાથના દર્શને જઇ રહ્યા હતા.

ત્યારે વંથલી નજીકના ગાદોઇના ટોલનાકા પાસે આ કારમાં ગેસને લીધે અચાનક આગ ફાટી નીકળી હતી જો કે ભાઇ-બેન સાવચેતીથી કારની બહાર નીકળી જતા બંનેનો બચાવ થયો હતો.  આ ઘટનાથી ટ્રાફીક જામ થઇ ગયો છતા પોલીસે અને ફાયરબ્રિગેડે દોડી જઇ આગ બુઝાવી હતી.

(3:51 pm IST)