Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

સવારે નલીયા ૪.૮: ગિરનાર ૬.૬ ડિગ્રી

કડકડતી ઠંડીના માહોલથી લોકો ઠુંઠવાયાઃ લઘુતમ તાપમાનનો સડસડાટ નીચે ઉતરતો પારો

રાજકોટ તા. ૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર કડકકડતી ઠંડીમાંલોકો ઠુંઠવાઇ ગયા છે અને લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરવા લાગતા લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે આજે સૌથી વધુ ઠંડી કચ્છના નલીયામાં રેકોર્ડ બ્રેક ૪.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે અને ગિરનાર પર્વત ઉપર ૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છ.ે

આ ઉપરાંત જામનગર અને કંડલા એરપોર્ટ ૯.૮ ડિગ્રી રાજકોટ ૧૧.પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છ.ે

કચ્છના નલીયામાં અત્યાર સુધીનું સૌથી નીચુ લઘુતમ તાપમાન નોંધાતા લોકોને કાતીલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છ.ે

જમ્મુ-કશ્મીર સહિત ઉત્તર ભારતમાં પડી રહેલી અને અત્યંત કાંતિલ-સુકા ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થિજવી દેતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. રવિવારે રાજયના વિવિધ શહેરના લઘુમત તાપમાન ૧ર ડિગ્રીની આસપાસ પહોંચી જતા કડકડતી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો. રવિવારે નલિયા સિઝનમાં પહેલીવાર ૬૪ ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠુંઠવાઇ ગયા હતા. અમદાવાદનું તાપમાન પણ ૧ર૯ ડિગ્રીએ પહોંચી જતા લોકોએ સવારે કડકડતી ઠંડીનો અહેસા કર્યો હતો. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ઉતર પૂર્વિય પવનને કારણે વર્તમાન ઠંડીનું યથાવત રહેશે જો કે જાન્યુઆરીમાં ઠંડી વધવાની વકી છે.

દેશના ઉત્તરીય ભાગમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષ થઇ રહી છે ત્યારે ઉત્તર દિશા તરફથી ઠંટા-સુકા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે અને કડકડકતી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. છેલ્લા બે દિવસથી વિવિધ શહેરના લઘુતમ તાપમાનમાં ત્રણ લઇ પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે જેના કારણે ઠંડી વધી રહી છે રવિવારે રાજયના વિવિધ શહેરના તાપમાન પણ ૧ર ડિગ્રી આસપાસ રહેતા જોરદાર ઠંડી વર્તાઇ હતી ત્યારે ઠંડી વધવાની સાથે વહેલી પરોઢે ગાઢ ધુમ્મસ છવાયુ હતું જેથી વાહન ચાલકોને હાલાકી પડી હતી.

ધુમ્મસ વધતા ભારત તરફથી આવતી ફલાઇટો લેટ

કાશ્મીરમાં થયેલી હિમવર્ષોને લીધે સમગ્ર દેશમાં ઠંડીનૂં મોજુ ફરી વળ્યું છેઠંડીની સાથે ધુમ્મસનું પ્રમાણ પણ વધી ગયું જેની સીધી અસર ફલાટોના શિડયુઅલ પર પડી રહી છે. ઉત્તર ભારતમાં ધુમ્મસને લઇને દિલ્હીથી તરફથી આવી રહેલી મોટા ભાગની ફલાઇટો લેટ પડતા મુસાકરો અટવાયા હતા ચારે ઇન્ટરનેશનલ ફલાઇટ સહતી પંદર ફલાઇટ લેટ પડી હતી સમય કરતા લેટ પહોંચી ફલાઇટ લેટ રવાના પણ થતા અન્ય એરપોર્ટ ઉપર પણ મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી શિયાળો જામતાની સાથે જ ધુમ્મસને કારણે ફલાઇટના  શિડયુઅલ ખોરવાઇ રહ્યા છે. ધુમ્મસને લીધે પુરતી વિઝીબિલિટી નહી મળતી હોવાની પાઇલટની ફરીયાદો શરૂ થઇ જાય છે જેને કારણે ફલાઇટના શિડયુઅલ ચેન્જ કરવા પડતા હોય છે ધુમ્મસને લઇને સવાર અને સાંજની ફલાઇટો મોડી થઇ રહી છ.ે

જુનાગઢ

જુનાગગઢ : ગિરનાર પર્વત ખાતે આજે નવા વર્ષના પ્રથમ દિવસે ૬.૬ અને જુનાગઢમા ૧૧.૬ ડીગ્રી ઠંડી નોંધાધઇ છે.

છેલ્લા એક સપ્તાહથી ઠંડીમાં વધઘટ થઇ રહી છે. આજે નવા વર્ષ ર૦૧૮ ના પ્રથમ દિવસની સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૧.૬ ડીગ્ર રહેણા ઠંડી અનુભાવાય હતી

ઠંડીની સાથે વાતાવતરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા રહેતા ઠાર વધ્યો હતો પવનનીની પ્રતિ કલાકની ઝડપ ૩.૭ કિ.મી.ની રહી હતી.

જયારે જયારે જુનાગઢમાં ગિરનાર પર્વત ખાતે સવારનું તાપમાન ૬.૬ ડીગ્રી રહેતા નવા વર્ષની ઉજવણી કરવામા આવેલા પ્રાસીઓને કડકડતી ઠંડીનો સામનો કરવો પડો હતો.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન ર૯.પ મહત્તમ, ૯.૮ લઘુતમ ૭૪ ટકા વાતાવરણમા઼ ભેજનું પ્રમાણ ૩.ર૯ કી.મી.પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.(૬.૧૪)

કયાં કેટલી ઠંડી

શહેર

લધુમત

તાપમાન

નલીયા

૪.૮

ડિગ્રી

ગિરનારપર્વત

૬.૬

ડિગ્રી

ડીસા

૯.૧

ડિગ્રી

જામનગર

૯.૮

ડિગ્રી

કંડલા એરપોર્ટ

૯.૮

ડિગ્રી

ગાંધીનગર

૧૦.૧

ડિગ્રી

વલસાડ

૧૦.૧

ડિગ્રી

અમરેલી

૧.૪

ડિગ્રી

અમદાવાદ

૧.૮

ડિગ્રી

ભુજ

૧૧.૦

ડિગ્રી

રાજકોટ

૧૧.પ

ડિગ્રી

જુનાગઢ

૧૧.૬

ડિગ્રી

સુરેન્દ્રનાનગર

૧ર.૮

 ડિગ્રી

વડોદરા

૧૩.૪

ડિગ્રી

ઓખા

ર૦.૮

ડિગ્રી

(12:01 pm IST)